Site icon

G20 Summit : ભારત-ફ્રાંસનું સંયુક્ત નિવેદન

G20 Summit : રાષ્ટ્રપતિ મેક્રોંની ભારત મુલાકાત 13-14 જુલાઈ, 2023ના રોજ ભારત-ફ્રાંસ વ્યૂહાત્મક ભાગીદારીની 25 મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે 14 જુલાઈ, 2023ના રોજ ફ્રેન્ચ રાષ્ટ્રીય દિવસના પ્રસંગે ગેસ્ટ ઓફ ઓનર તરીકે પ્રધાનમંત્રી મોદીની પેરિસની ઐતિહાસિક મુલાકાત પછી આવી છે.

India-France joint statement

India-France joint statement

News Continuous Bureau | Mumbai 

G20 Summit :ભારતનાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10 સપ્ટેમ્બર, 2023નાં રોજ નવી દિલ્હીમાં જી-20 લીડર્સ સમિટ દરમિયાન પ્રજાસત્તાક ફ્રાંસનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોન સાથે બપોરના ભોજન દરમિયાન દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓએ પેરિસમાં જુલાઈ, 2023માં તેમની અગાઉની બેઠકથી અત્યાર સુધી દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિ પર ચર્ચા, મૂલ્યાંકન અને સમીક્ષા કરી હતી. તેમણે મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક વિકાસ પર પણ અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું.

Join Our WhatsApp Community

રાષ્ટ્રપતિ મેક્રોંની ભારત મુલાકાત 13-14 જુલાઈ, 2023ના રોજ ભારત-ફ્રાંસ વ્યૂહાત્મક ભાગીદારીની 25 મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે 14 જુલાઈ, 2023ના રોજ ફ્રેન્ચ રાષ્ટ્રીય દિવસના પ્રસંગે ગેસ્ટ ઓફ ઓનર તરીકે પ્રધાનમંત્રી મોદીની પેરિસની ઐતિહાસિક મુલાકાત પછી આવી છે.

ઊંડા વિશ્વાસ, સહિયારા મૂલ્યો, સાર્વભૌમત્વમાં વિશ્વાસ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા, સંયુક્ત રાષ્ટ્રનાં ઘોષણાપત્રમાં જણાવેલા આંતરરાષ્ટ્રીય કાયદા અને સિદ્ધાંતો પ્રત્યે દ્રઢ પ્રતિબદ્ધતા, બહુપક્ષીયવાદમાં સ્થાયી વિશ્વાસ અને સ્થિર બહુ-ધ્રુવીય વિશ્વનાં પારસ્પરિક પ્રયાસોમાં સ્થાપિત ભારત ફ્રાન્સની ભાગીદારીની તાકાતને સ્વીકારીને બંને નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક પડકારોનું સમાધાન કરવા માટે તેમનાં જોડાણને વિસ્તૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે વૈશ્વિક વ્યવસ્થાને નવો આકાર આપતા તોફાની સમયમાં ‘વસુધૈવ કુટુંબકમ’ એટલે કે ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’નો સંદેશો લઈને સામૂહિક રૂપે સારપના બળ તરીકે સેવા આપવાની તેમની અતૂટ કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન ‘હોરાઇઝન 2047’ રોડમેપ, ઇન્ડો-પેસિફિક રોડમેપ અને અન્ય પરિણામોની સાથે બંને નેતાઓએ સંરક્ષણ, અંતરિક્ષ, પરમાણુ ઊર્જા, ડિજિટલ જાહેર માળખા, મહત્ત્વપૂર્ણ ટેકનોલોજી, આબોહવામાં પરિવર્તન જેવા ક્ષેત્રોમાં સહકાર માટે નવા અને મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકોના અમલીકરણ પર સંપૂર્ણ પ્રગતિ અને આગામી પગલાંની ચર્ચા કરી હતી.  શિક્ષણ, અને લોકો-થી-લોકોનો સંપર્ક. તેમણે ઇન્ડો પેસિફિક પ્રદેશ અને આફ્રિકામાં ભારત-ફ્રાંસની ભાગીદારી પર તેમની ચર્ચાઓ પણ આગળ ધપાવી હતી, જેમાં માળખાગત સુવિધા, કનેક્ટિવિટી, ઊર્જા, જૈવવિવિધતા, સ્થાયીત્વ અને ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ સામેલ છે. તેમણે ભારત અને ફ્રાંસ દ્વારા શરૂ કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન તથા આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગઠબંધનના માળખામાં તેમના સહયોગના માધ્યમથી ઇન્ડો-પેસિફિક માટે સમાધાન પ્રદાતાઓની તેમની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

આ સમાચાર પણ વાંચો : G20 Summit : ભારત અને બ્રાઝિલનું સંયુક્ત નિવેદન

રાષ્ટ્રપતિ મેક્રોને મિશન ચંદ્રયાન-3ની ભારતની સફળતા પર પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા હતા. બંને નેતાઓએ ભારત અને ફ્રાંસ વચ્ચે છ દાયકાનાં અંતરિક્ષ ક્ષેત્રમાં સહકારને યાદ કર્યો હતો તથા જૂન, 2023માં પ્રથમ વ્યૂહાત્મક અંતરિક્ષ સંવાદનાં આયોજન પછી થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે ભારત-ફ્રાંસ વચ્ચે મજબૂત નાગરિક પરમાણુ સંબંધો, જૈતાપુર પરમાણુ પ્લાન્ટ પ્રોજેક્ટ માટે ચર્ચામાં થયેલી સારી પ્રગતિનો સ્વીકાર કર્યો હતો તથા એસએમઆર અને એએમઆર ટેકનોલોજીસહકાર માટે ભાગીદારી સ્થાપિત કરવા દ્વિપક્ષીય સહકાર વધારવા બંને પક્ષોનાં સતત જોડાણને આવકાર આપ્યો હતો તેમજ આશયની સમર્પિત જાહેરાત પર હસ્તાક્ષર કર્યા હતાં. ફ્રાન્સે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં ભારતનાં સભ્યપદ માટે પોતાનાં દ્રઢ અને અડગ સાથસહકારની પુનઃપુષ્ટિ કરી હતી.

બંને નેતાઓએ ડિઝાઇન, વિકાસ, પરીક્ષણ અને અત્યાધુનિક સંરક્ષણ ટેકનોલોજી અને પ્લેટફોર્મનાં ઉત્પાદનમાં ભાગીદારી મારફતે સંરક્ષણ ક્ષેત્રમાં સહકારને મજબૂત કરવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો તથા ઇન્ડો-પેસિફિક અને તેનાથી આગળના ત્રીજા દેશો સહિત ભારતમાં ઉત્પાદન વધારવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ સંદર્ભમાં તેમણે સંરક્ષણ ઔદ્યોગિક રોડમેપને વહેલાસર આખરી ઓપ આપવાની પણ અપીલ કરી હતી.ડિજિટલ, વિજ્ઞાન, ટેકનોલોજીકલ નવીનતા, શિક્ષણ, સંસ્કૃતિ, સ્વાસ્થ્ય અને પર્યાવરણમાં સહકાર જેવા ક્ષેત્રો પર ભાર મૂકીને બંને નેતાઓએ ઇન્ડો-પેસિફિક માટે ઇન્ડો-ફ્રેન્ચ કેમ્પસના મોડલ પર આ ક્ષેત્રોમાં સંસ્થાગત જોડાણોને મજબૂત કરવા અપીલ કરી હતી. આ સંદર્ભમાં તેમણે સાંસ્કૃતિક આદાન-પ્રદાનને વિસ્તૃત કરવાની અને સંગ્રહાલયોનાં વિકાસમાં સંયુક્તપણે કામ કરવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ જી-20નાં ભારતનાં પ્રમુખ પદને સતત સાથસહકાર આપવા બદલ રાષ્ટ્રપતિ મેક્રોનનો આભાર માન્યો હતો, જેણે આંતરરાષ્ટ્રીય પડકારોનું સમાધાન કરવા અને વધારે સ્થિર વૈશ્વિક વ્યવસ્થાનું નિર્માણ કરવા આંતરરાષ્ટ્રીય પ્રયાસોમાં સર્વસમાવેશકતા, એકતા અને એકતામાં પ્રગતિ કરી હતી. ભારત અને ફ્રાન્સે જી-20માં આફ્રિકન યુનિયનના સભ્યપદને પણ આવકાર્યું હતું તથા આફ્રિકાની પ્રગતિ, સમૃદ્ધિ અને વિકાસ માટે એયુ સાથે મળીને કામ કરવા ઇચ્છે છે.

Adi Karmyogi Abhiyan: મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિચાર સાથે તા.ર જી ઓક્ટોબરે ગુજરાતના ૧૫ જિલ્લાના ૪,૨૪૫ આદિવાસી ગામોમાં એક સાથે “મહા ગ્રામસભા” યોજાશે
DA Hike: શું કેન્દ્રીય કર્મચારીઓને આજે સરકાર આપશે દિવાળી ભેટ? ડીએ (DA) વધારા પર થઈ શકે છે નિર્ણય
RSS: આરએસએસના શતાબ્દી સમારોહમાં સામેલ થયા પીએમ મોદી, સ્મારક ટપાલ ટિકિટ સાથે જારી કરી આ વસ્તુ
Western Railway: પશ્ચિમ રેલ્વે મુસાફરોની સુવિધા માટે અપીલ કરે છે
Exit mobile version