ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 8 ડિસેમ્બર 2021
બુધવાર.
વિશ્વની ૧૦૦ મુખ્ય શસ્ત્ર ઉત્પાદક કંપનીઓના કુલ વેચાણમાં તેનો ફાળો ૧૩ ટકા જેટલો છે. આ રીતે તો વિશ્વમાં અમેરિકા પછીનો સૌથી મોટો શસ્ત્ર ઉત્પાદક દેશ બની રહેલ છે, અને તેણે તે સ્પર્ધામાં બ્રિટનને પણ પાછળ રાખી દીધું છે. આ અહેવાલ વધુમાં જણાવે છે કે, ચીનના આટલા મોટા વિકાસ પાછળ તેનો મહત્ત્વકાંક્ષી કાર્યક્રમ મુખ્ય ચાલકબળ છે અને તે આધુનીકીકરણમાં પણ અગ્રીમ છે. ચીનની પાંચેપાંચ શસ્ત્ર ઉત્પાદક કંપનીઓ, ટોચની ૨૦ કંપનીઓમાં સ્થાન ધરાવે છે. તે પૈકી ત્રણ કંપનીઓ તો ટોચની ૧૦ કંપનીઓ (વિશ્વની)માં સ્થાન ધરાવે છે. ચીનની ર્દ્ગંઇૈંદ્ગર્ઝ્રં એ ૨૦૨૦માં ૧૭.૯ ખર્વ ડોલરનું વેચાણ કરી વિશ્વમાં ૭મા ક્રમે આવી ગઈ છે તે ચીનની સૌથી મોટી શસ્ત્ર ઉત્પાદક કંપની છે. તેનું વેચાણ ૨૦૨૦માં ૧૨ ટકા જેટલું વધ્યું હતું તે ઉભરી રહેલી ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે અને મ્ીઙ્મટ્ઠર્ઙ્ઘહ સિવિલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમમાં પણ ઉપયોગ કરે છે. જાે કે, ૨૦૨૦માં તેની યુદ્ધ વિમાન ઉત્પાદક કંપની છફૈંઝ્ર (જે ૮મા ક્રમે છે) તેના ઉત્પાદનમાં માત્ર ૧.૪ ટકાનો જ ઘટાડો થયો હતો, તેથી તેનું વેચાણ ૧૭ ખર્વ ડોલર જેવું રહ્યું હતું. વિશ્વની ટોચની ૧૦ કંપનીઓમાં ૯મા સ્તને રહેલી ચીનની ઝ્રઈ્ઝ્ર કંપની મીલીટરી ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો કરે છે. તેનું વેચાણમાં ૨૦૨૦માં ૬ ટકાનો ઘટાડો થયો હતો. વિશ્વની ટોચની ૧૦૦ શસ્ત્ર ઉત્પાદક કંપનીઓમાં ટોચના સ્તરે રહેલી ચીનની આ પાંચેપાંચ કંપનીઓ સરકાર હસ્તકની છે તે લશ્કરી તેમજ નાગરિક જરૂરિયાતો માટેના ઉત્પાદનો કરે છે. આ પાંચે કંપનીઓ સિવિલિયન સેલ્સમાંથી સૌથી વધુ નફો મેળવે છે.વિશ્વની ૧૦૦ અગ્રીમ શસ્ત્ર- ઉત્પાદક કંપનીઓની યાદીમાં ભારતની ત્રણ કંપનીઓ સમાવિષ્ટ છે તે કંપનીઓમાં શસ્ત્રો, યુદ્ધ વિમાનો અને અન્ય સાધનોનું ઉત્પાદન કરે છે. આ માહિતી આપતાં સ્વીડીશ થિંક-ટેન્ક સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રીસર્ચ ઇન્સ્ટીટયૂટ (જીૈંઁઇૈં) દ્વારા તેના અહેવાલ ટોપ ૧૦૦ આર્મી પ્રોડયુસીંગ એન્ડ મીલીટરી સર્વિસીઝ કંપનીઝ- ૨૦૨૦માં જણાવ્યું છે કે, ૧૦૦ કંપનીઓમાં હિન્દુસ્તાન એરોનૉટિક્સ ૪૨મા ક્રમે, ભારત ઇલેક્ટ્રોનિક્સ ૬૬મા ક્રમે છે. બંનેના વેચાણમાં અનુક્રમે ૧.૫ ટકા અને ૪ ટકાનો વધારો થયો છે. ઇન્ડિયન ઓર્ડિનન્સ ફેક્ટરી ૬૦મા ક્રમે છે જાે કે તેના ઉત્પાદનમાં ૨૦૨૦માં માત્ર ૦.૨ ટકાનો જ વધારો થયો છે. આ બધી જ કંપનીઓનું કુલ વેચાણ ડૉલર ૬.૫ અબજ (આશરે રૂા. ૪૮,૭૫૦ કરોડ) છે. તેમ કહેતાં તે અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, તે ત્રણે કંપનીઓનું કુલ વેચાણ વિશ્વની ૧૦૦ મોટી શસ્ત્ર ઉત્પાદક કંપનીઓના કુલ વેચાણના માત્ર ૧.૨% જેટલું જ રહ્યું છે. જાે કે, મહામારી દરમિયાન પણ આ કંપનીઓ ઉત્પાદન કરી રહી હતી. તેથી મહામારીને લીધે થતી ઋણાત્મક અસર પ્રમાણમાં મંદ રહી હતી. ૨૦૨૦માં ભારત સરકારે દેશની શસ્ત્ર ઉત્પાદક કંપનીઓને પુષ્ટિ આપતાં તથા શસ્ત્ર ઉત્પાદનમાં આર્ત્મનિભરતા કેળવવા ૧૦૦ જેટલા વિવિધ પ્રકારના શસ્ત્રાસ્ત્રો તથા સાધનોની આયાત ક્રમે ક્રમે ઘટાડવા ર્નિણય લીધો હતો. તેથી આ કંપનીઓના ઉત્પાદનમાં વધારો દેખાઈ રહ્યો છે. આ સામે શસ્ત્ર ઉત્પાદનમાં ચીનની પ્રગતિ જાેઈ છક્ક થઈ જવાય તેમ છે. આજે ચીન શસ્ત્ર ઉત્પાદન અને સેનાકીય સાધનોના ઉત્પાદનમાં અમેરિકા પછી દ્વિતીય ક્રમે છે. ચીનની પાંચેપાંચ શસ્ત્ર ઉત્પાદક કંપનીઓ ૨૦૨૦માં વેચાણ ૬૬.૮ ખર્વ ડોલર અંદાજવામાં આવ્યું છે. જે ૨૦૧૯ના વેચાણ કરતા ૧.૫ ટકા વધુ છે.
