Site icon

Asim Munir: ‘ભારત ચમકતી મર્સિડીઝ, પાકિસ્તાન કબાડ થી ભરેલો ટ્રક’, પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિમ મુનીર ના મોઢે થી અનાયાસે નીકળી ગયું સત્ય

પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરે ભારતને ધમકી આપતા કહ્યું કે ભારત એક ચમકતી મર્સિડીઝ છે, જ્યારે પાકિસ્તાન કબાડથી ભરેલો ટ્રક છે. જો આ બંને ટકરાશે તો નુકસાન બંનેને થશે.

આસીમ મુનિરના નિવેદનથી પાકિસ્તાનનું સત્ય બહાર આવ્યું

આસીમ મુનિરના નિવેદનથી પાકિસ્તાનનું સત્ય બહાર આવ્યું

News Continuous Bureau | Mumbai

‘ઓપરેશન સિંદૂર’ પછી બીજી વખત અમેરિકાના પ્રવાસે પહોંચેલા પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ Asim Munir ભારત સામે ઝેર ઓકતા-ઓકતા એકવાર ફરી સાચું બોલી ગયા. મુનીરે કહ્યું કે, “ભારત એક ચમકતી મર્સિડીઝ કાર છે, જ્યારે પાકિસ્તાન કબાડ લઈ જતો ડમ્પિંગ ટ્રક છે.” આસિમ મુનીર અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ટેમ્પામાં એક ડિનર પાર્ટીમાં સામેલ થયા હતા. આ પાર્ટી પાકિસ્તાની બિઝનેસમેન અદનાન અસદે હોસ્ટ કરી હતી.

Join Our WhatsApp Community

ભારત પર મિસાઈલ હુમલાની ધમકી

Asim Munir સિંધુ જળ કરાર ને રદ કરવા પર ભારતને ધમકી આપી. એક મીડિયા હાઉસ એ ત્યાં હાજર સૂત્રોના આધારે જણાવ્યું કે આસિમ મુનીરે કહ્યું, “અમે ભારત દ્વારા ડેમ બનાવવાની રાહ જોઈશું અને જ્યારે ભારત આવું કરશે, ત્યારે તેને ૧૦ મિસાઈલથી ખતમ કરી દઈશું. સિંધુ નદી ભારત ની પ્રોપર્ટી નથી, અમારી પાસે મિસાઈલની કમી નથી.”

ભારતને નુકસાન પહોંચાડવાનો પ્લાન ગણાવ્યો

પાકિસ્તાનના આર્મી ચીફ મુનીરે એક ઉદાહરણ આપતા કહ્યું કે, “હું પરિસ્થિતિ સમજાવવા માટે એક સરળ ઉદાહરણનો ઉપયોગ કરીશ. ભારત હાઈવે પર આવતી એક ચમકતી મર્સિડીઝ જેવી છે, પરંતુ અમે કચરા, ઈંટ-પથ્થરથી ભરેલા એક ડમ્પ ટ્રક છીએ. જો આ ટ્રક તે કાર સાથે ટકરાશે તો નુકસાન કોને થશે?” તેમણે વધુમાં ભારત પર હુમલાનો પ્લાન જણાવતા કહ્યું કે, “અમે ભારતના પૂર્વ થી શરૂઆત કરીશું, જ્યાં તેમણે પોતાના સૌથી મૂલ્યવાન સંસાધનો સ્થાપિત કર્યા છે અને પછી પશ્ચિમ તરફ આગળ વધીશું.”

આ સમાચાર પણ વાંચો : Rahul Gandhi: વોટ ચોરી’ના વિરોધ પ્રદર્શનમાં મમતા મોઇત્રા થઇ બેભાન,રાહુલ-પ્રિયંકાની થઇ અટકાયત, અખિલેશ યાદવે કર્યું આવું કામ

ધાર્મિક કટ્ટર જનરલની છબી

ફિલ્ડ માર્શલ Asim Munir ની છબી એક ધાર્મિક કટ્ટર જનરલની છે. મુનીર પાકિસ્તાનના એવા પહેલા આર્મી ચીફ છે જેમણે પોતાનો અભ્યાસ મદરેસામાં કર્યો છે. આસિમ મુનીર પોતાના તર્ક ને સમર્થન આપવા માટે ઘણીવાર ધાર્મિક ઉદાહરણોનો ઉપયોગ કરે છે.

ISIS: દેશમાં મોટું આતંકી કાવતરું થયું નિષ્ફળ, ૩ રાજ્યોમાંથી ISIS ના આટલા શંકાસ્પદ આતંકીઓની ધરપકડ
PM Modi: વારાણસીમાં PM મોદીનો પ્રવાસ; વોટ ચોરીના વિરોધમાં કોંગ્રેસ નેતા અજય રાય સહિત આટલા થી વધુ નેતાઓ થયા નજરકેદ
Uttarakhand:ઉત્તરાખંડમાં પહાડી જિલ્લાઓ પર વરસાદનું સંકટ, રાજ્ય એ જારી કર્યું યલો એલર્ટ, ભૂસ્ખલનના કારણે આટલા રસ્તાઓ હજુ પણ છે બંધ
Train Timing change: ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસના સમય અને ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન
Exit mobile version