Site icon

ગાંધીનું ભારત કે દારૂડીયાઓનું ભારત. વિશ્ર્વમાં સૌથી વધુ દારૂ ભારતમાં પીવાય છે. આટલી સ્ત્રીઓ પણ દારૂ પીવે છે. સામે આવ્યા ચોંકાવનારા આંકડા….

Strict law for drinking liquor on forts, jail and penalty both

મહારાષ્ટ્રમાં કડક કાયદો, કિલ્લાઓમાં દારૂ પીવા પર 3 મહિનાની કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 17 ડિસેમ્બર 2021    

શુક્રવાર. 

દારૂ પીવામાં  ભારત પુરા વિશ્વમાં અગ્રેસર છે. ભારતમાં દારૂ પીનારી સંખ્યા લગભગ 16 કરોડ હોવાનું અનુમાન છે. તેમાં ચોંકાવનારી બાબત એ છે કે દારૂ પીનારામાં હવે મહિલાઓ પણ પ્રમાણ વધી ગયું છે. દેશમાં એક અંદાજ મુજબ  7.5 ટકા મહિલાઓ દારૂનું સેવન કરે છે. કોરોના મહામારી દરમિયાન મહિલાઓમાં દારૂ પીવાનું પ્રમાણ વધી ગયું હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે.

ઈન્ટરનેશનલ વાઈન એન્ડ સ્પિરિટ્સ રેકોર્ડ મુજબ 2020માં આલ્કોહોલ પીવામાં 9.1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ભારતમાં જોકે દારૂ પીવાનું પ્રમાણ વધુ છે. પ્રતિ વ્યક્તિએ દારૂની ખપત 5.5 લીટરની છે. 

આલ્કોહોલ ઉદ્યોગ માટે માસિક પ્રકાશન કરનારી કંપનીના દાવા મુજબ દેશમાં આંધ્ર પ્રદેશ, તેલંગણા, કેરળ, કર્ણાટક, સિક્કિમ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ દારૂ પીવાય છે. તેમાં પણ આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં તાડી અને દેશી શરાબ પીવાનું પ્રમાણ વધારે છે. 
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના એક સર્વે મુજબ દારૂ પીવામાં હવે મહિલાઓનું પ્રમાણ વધી ગયું છે. 15થી 49 વર્ષની વયની 26.3 ટકા મહિલાઓ દારૂ પીવે છે. 2019-20ના ઉપલબ્ધ ડેટા મુજબ દારૂ પીવામાં આસામની મહિલાઓ સૌથી આગળ છે. ત્યારબાદ બીજા નંબરે જમ્મુ કાશમીર નો નંબર આવે છે. અહીં 15-49 વર્ષની 23 ટકા મહિલાઓ દારૂ પીવે છે.  

દેશના નવા સીડીએસની નિમણૂંક સુધી જૂની વ્યવસ્થા, આ અધિકારી સંભાળશે કમાન; જાણો વિગતે 

 

 

Exit mobile version