બુદ્ધ પૂર્ણિમાના અવસરે આયોજિત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશવાસીઓને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યું હતું કે તમારા બધા વચ્ચે આવવું મારા માટે સૌભાગ્યની વાત છે પરંતુ વર્તમાન સ્થિતિ તેની મંજૂરી નથી આપતી. હાલ ભારત બુદ્ધના પગલા પર ચાલીને આખા વિશ્વની મદદ કરી રહ્યું છે. દેશ-વિદેશમાં મદદ માટે લાભ-હાનિનો વિચાર નથી કરાઈ રહ્યો.” ભારત પોતાની વૈશ્વિક જવાબદારીનું કરી પાલન રહ્યું છે. ભારત તરફ સમગ્ર દુનિયા મીટ માંડીને બેઠી છે, બુદ્ધના સંદેશ પર ચાલી દેશ મદદ કરી રહ્યો છે. પીએમ કહ્યું કે, લૉકડાઉન બાદ પણ વર્ચ્યૂઅલ માધ્યમથી વેસાક સમારોહનું આયોજન એક અભિનવ પ્રયોગ છે. તેનાથી વધુ સારું શું હશે કે આજે આ માધ્યમથી તમામ લોકો જોડાયેલા રહે છે. સંગઠિત પ્રયાસોથી આપણે માનવતાને આ મુશ્કેલ પડકારીથી બહાર કાઢી શકીશું. મને આશા છે કે તમે પોતાની જાતને સુરક્ષિત રાખી રહ્યા છો વધુમાં તેમણે કહ્યું હતું કે સમય બદલાય ગયો છે પરંતુ ભગવાન બુદ્ધનો સંદેશ પ્રાસંગિક છે. બુદ્ધ એક માત્ર નામ નહીં પરંતુ એક પવિત્ર વિચાર છે, આ નામ માનવતાનું માર્ગદર્શન કરે છે. બુદ્ધ ત્યાગ અને તપસ્યાની સીમા છે..