Site icon

Bilateral Meeting: કર્મચારી વહીવટ અને શાસનમાં સહયોગ માટે ભારત-કેન્યા દ્વિપક્ષીય બેઠક યોજાઈ

Bilateral Meeting: સેક્રેટરી ડીએઆરપીજી અને ડાયરેક્ટર જનરલ કેએસજીની આગેવાની હેઠળ દ્વિપક્ષીય મંત્રણાઓ ક્ષમતા નિર્માણ કાર્યક્રમો પર ભાર મૂકે છે. નેશનલ સેન્ટર ઓફ ગુડ ગવર્નન્સ (NCGG)- કેન્યા સ્કૂલ ઓફ ગવર્નન્સ KSG, મસૂરીના એનસીજીજીમાં કેન્યાના વરિષ્ઠ અધિકારીઓની ક્ષમતા નિર્માણ પર કામ કરશે

India-Kenya Bilateral meeting held for cooperation in personnel administration and governance

India-Kenya Bilateral meeting held for cooperation in personnel administration and governance

News Continuous Bureau | Mumbai

Bilateral Meeting:  ભારત સરકારના વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ ( DARPG ) ના સચિવ શ્રી વી. શ્રીનિવાસ, કેન્યા સ્કૂલ ઓફ ગવર્નન્સના ડાયરેક્ટર જનરલ પ્રોફેસર નૂર મોહમ્મદ સાથે 14મી મે 2024ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મીટિંગ કરી હતી. આ મીટિંગમાં ભારત તરફથી DARPGના વરિષ્ઠ અધિકારીઓ, નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ, કેન્યા ( Kenya ) ખાતેના ભારતના હાઈ કમિશન જ્યારે કેન્યા બાજુથી KSGના ડિરેક્ટરોએ હાજરી આપી હતી. 

Join Our WhatsApp Community

બેઠકમાં, બંને પક્ષોએ ક્ષમતા નિર્માણ કાર્યક્રમો પર ભાર મુકીને કર્મચારી વહીવટ અને શાસનમાં નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ ( NCGG ) અને કેન્યા સ્કૂલ ઓફ ગવર્નન્સ ( KSG ) દ્વારા ભારત-કેન્યા દ્વિપક્ષીય સહયોગને વધારવા માટે ચર્ચા કરી. દ્વિપક્ષીય બેઠકમાં NCGG અને KSG વચ્ચેના સહયોગની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સહયોગના ક્ષેત્રો એનસીજીજીમાં કેન્યાના વરિષ્ઠ અધિકારીઓની ક્ષમતા નિર્માણની કલ્પના કરે છે. ભારતીય પક્ષે CPGRAMS સુધારાના અમલીકરણ દ્વારા રાષ્ટ્રીય ઈ-સેવાઓ ડિલિવરી મૂલ્યાંકનનો ઉપયોગ કરીને ઈ-સેવાઓના બેન્ચમાર્કિંગ, પ્રધાનમંત્રીના માધ્યમથી જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પુરસ્કારો યોગ્યતાની માન્યતા દ્વારા “મહત્તમ શાસન-લઘુત્તમ સરકાર” નીતિના અમલીકરણમાં ભારત સરકાર દ્વારા કરાયેલી પ્રગતિને રજૂ કરી. એનસીજીજીની પ્રવૃતિઓ અને સિદ્ધિઓ વિશે પણ વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. કેન્યા પક્ષે કેન્યાના નાગરિક કર્મચારીઓના ક્ષમતા નિર્માણ કાર્યક્રમમાં KSGની ભૂમિકા રજૂ કરી. KSG કેન્યાના વિઝન 2030ને હાંસલ કરવા માટે કેન્યાની સરકાર અને તેમના નાગરિક કર્મચારીઓને પરિવર્તનનું નેતૃત્વ કરવા માટે મદદ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Whatsapp New Feature: WhatsApp માં આવી રહ્યું છે આ જબરદસ્ત ફીચર, ચેટિંગને બનાવશે વધુ સુરક્ષિત..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
Exit mobile version