Site icon

શરમજનક : આખા એશિયામાં ભારત સૌથી વધુ ભ્રષ્ટાચારી દેશ, લાંચ દર 39% છે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

26 નવેમ્બર 2020 

ભારતની સિદ્ધિઓની ગણના વૈશ્વિક સ્તરે લેવામાં આવે છે. પરંતુ હાલમાં સામે આવેલા એક સર્વેક્ષણમાં ભારત એશિયામાં સૌથી વધુ ભષ્ટ દેશ હોવા તરીકે ઉભરી આવ્યો છે જે શરમજનક વાત કહી શકાય. કરાયેલા સર્વેક્ષણમાં 47% લોકો માને છે કે છેલ્લા 12 મહિનામાં ભ્રષ્ટાચાર વધ્યો છે અને 63% લોકો માને છે કે સરકાર ભ્રષ્ટાચાર સામે લડવામાં સારી કામગીરી કરી રહી છે. તાજેતરમાં જારી કરાયેલા સર્વે-અહેવાલ મુજબ 32% લોકોએ જણાવ્યું હતું કે જો તેવો લાંચ ન આપે અથવા વ્યક્તિગત કનેક્શન્સનો ઉપયોગ નહિ કરે તો ભારતમાં તેઓ જરૂરી સેવા મેળવી શકતાં નથી. 

'ગ્લોબલ કરપ્શન બેરોમીટર – એશિયા' નામના સર્વેક્ષણ અહેવાલમાં ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા 17 એશિયાઈ દેશોમાં 20,000 લોકોનો સર્વે કરવામાં આવ્યો છે – મોટે ભાગે આ વર્ષે જૂન-સપ્ટેમ્બરની વચ્ચે, તેઓએ છેલ્લા 12 મહિનામાં ભ્રષ્ટાચાર અંગેના અનુભવો અને અનુભવોની વાત કરી છે. રિપોર્ટમાં પોલીસ, અદાલતો, જાહેર હોસ્પિટલો, ઓળખના દસ્તાવેજો અને ઉપયોગિતાઓની સેવા પ્રાપ્તિ સહિત માટે સૌથી વધુ રિશ્વત આપી હોવાની વાત કહી છે. 

અહેવાલમાં જણાવાયું છે કે ધીમી અને જટિલ અમલદારશાહી પ્રક્રિયા, બિનજરૂરી લાલ ટેપ અને અસ્પષ્ટ નિયમોનું માળખુ, માહિતીઓનો અભાવ, નાગરિકોને નાના મોટા ભ્રષ્ટાચાર તરફ દોરે છે.  

આ અગાઉના અહેવાલમાં, ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા બહાર પાડવામાં આવેલા, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દાવોસમાં બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ભ્રષ્ટાચાર પર્સેપ્શન ઈન્ડેક્સમાં ભારતને 180 દેશોમાંથી 80મુ  સ્થાન આપવામાં આવ્યું હતું. 

39% લાંચ દર સાથે ભારત પછી બીજા ક્રમે, કંબોડિયા 37% હતું, ત્યારબાદ ઇન્ડોનેશિયા 30% છે. માલદીવ અને જાપાનએ સૌથી ઓછો એકંદર લાંચ દર (2%) જાળવી રાખ્યો છે, ત્યારબાદ દક્ષિણ કોરિયા (10%) અને નેપાળ (12%) છે. જો કે, આ દેશોમાં પણ, સરકારો જાહેર સેવાઓ માટે લાંચ રોકવા માટે વધુ કામ કરી શકે એમ છે.

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Exit mobile version