Site icon

ભારત પર થઈ શકે છે સાયબર એટેક, કોરોનાના ફ્રી ટેસ્ટનો કે URL લિંક ખોલશો નહીં

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

22 જુન 2020 

          "ચીન ગમે ત્યારે ભારત પર સાયબર એટેક કરી શકે છે. આથી કોરોનાવાયરસ ના ટેસ્ટ કરાવવા અંગે આવતા ઈ મેલ ખોલવા નહીં અથવા તો આરોગ્ય મંત્રાલયના નામે કોઈપણ મેલ આવે તો ખોલશો નહીં." એવી ચેતવણી ભારત સરકાર તરફથી આપવામાં આવી છે. હાલ સરહદ પર ચાલી રહેલી તંગદિલી બાદ ચાઇના કોઈ પણ ચાલ ચાલી શકે એમ છે.

           સાઇબર ઇન્ટેલિજન્સ પર કામ કરનારી ફર્મનાં જણાવ્યા મુજબ સાયબર સાથે સંકળાયેલા મોટા હેકર્સ ના ગ્રુપો ભારતીય કંપનીઓ અને મીડિયા હાઉસ તેમજ સરકારી કાર્યાલય ઉપર સાઈબર હુમલો કરી શકે છે. આ ઉપરાંત કોમ્પ્યુટર સિક્યોરીટી પર કામ કરનારી ટીમે પણ દેશના નાગરિકોને એક એડવાઈઝરી જારી કરી કહ્યું છે કે "ભારતમાં 21 જૂન દરમિયાન યોજનાબદ્ધ રીતે હુમલો થઈ શકે છે."  હેકર્સ નો દાવો છે કે તેમની પાસે 20 લાખ લોકોના ઇમેલ આઇડી છે. ખાસ કરીને સરકારી કાર્યાલય,  મોટી મોટી ખાનગી કંપનીઓ પર એટેક થઈ શકે છે.

            સાયબર એટેકથી બચવા "અજાણ્યા ઈમેલ અને અટેચમેન્ટ ને ખોલવા નહીં યુઆરએલ (URL) હોય તો તે લિંક પર પણ ક્લિક કરશો નહીં. જેવી શંકા જાય કે આ મેલ ફિશી હોઈ શકે તરત જ તેને ડિલીટ કરી દો"….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Z0j85H

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Assam Police Case:પવન ખેડાના ઘરે પહોંચી આસામ પોલીસ: સીએમ હિમંતાના પત્ની વિરુદ્ધના નિવેદન બાદ નોંધાઈ હતી ફરિયાદ, જાણો સમગ્ર મામલો
West Bengal Election: બંગાળમાં મતાધિકાર પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’? એકસાથે 90 લાખ નામ મતદાર યાદીમાંથી કમી, ચૂંટણી પંચે પહેલીવાર જાહેર કર્યો આંકડો.
Air India CEO: ટાટા ગ્રુપની એરલાઈનમાં હડકંપ: એર ઈન્ડિયાના CEO એ અચાનક પદ છોડ્યું, જાણો રાજીનામા પાછળનું કારણ.
5kg LPG FTL Cylinder Rules 2026: મજૂરોને હવે રાંધણ ગેસ માટે નહીં ખાવા પડે ધક્કા! 5 કિલોના સિલિન્ડરના વિતરણ માટે કેન્દ્રની નવી ગાઈડલાઈન’
Exit mobile version