Site icon

કેન્દ્રની મોદી સરકારે પ્રોમિસ પાળ્યુ! ભારતના આ સૌથી મોટો એક્સપ્રેસ વેનું કર્યું ઉદ્ઘાટન.. અડધા સમયમાં પહોંચાશે દિલ્હીથી મુંબઈ, જાણો ખાસિયતો..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના 246 કિલોમીટર લાંબા દિલ્હી-દૌસા-લાલસોટનું ઉદ્ઘાટન કર્યું હતું. એક્સપ્રેસ વે શરૂ થવાથી દિલ્હીથી જયપુર સુધીનો મુસાફરીનો સમય 5 કલાકથી ઘટીને લગભગ 3.5 કલાક થવાની ધારણા છે.

India opens first stage of New Delhi-Mumbai Expressway

કેન્દ્રની મોદી સરકારે પ્રોમિસ પાળ્યુ! ભારતના આ સૌથી મોટો એક્સપ્રેસ વેનું કર્યું ઉદ્ઘાટન.. અડધા સમયમાં પહોંચાશે દિલ્હીથી મુંબઈ, જાણો ખાસિયતો..

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના 246 કિલોમીટર લાંબા દિલ્હી-દૌસા-લાલસોટનું ઉદ્ઘાટન કર્યું હતું. એક્સપ્રેસ વે શરૂ થવાથી દિલ્હીથી જયપુર સુધીનો મુસાફરીનો સમય 5 કલાકથી ઘટીને લગભગ 3.5 કલાક થવાની ધારણા છે.

Join Our WhatsApp Community

12 કલાકમાં મુંબઈ પહોંચી શકશે

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે 1,386 કિમીની લંબાઈ સાથે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે હશે. તે દિલ્હી અને મુંબઈ વચ્ચેની મુસાફરીનું અંતર 1,424 કિલોમીટરથી 12 ટકા ઘટાડીને 1,242 કિલોમીટર કરશે. આનાથી બે મહાનગરો વચ્ચેનો મુસાફરીનો સમય 50 ટકા ઘટશે. હાલમાં દિલ્હીથી મુંબઈની મુસાફરીમાં 24 કલાકનો સમય લાગે છે, પરંતુ આ એક્સપ્રેસ વે ખુલ્યા બાદ તેને પૂર્ણ થવામાં લગભગ 12 કલાકનો સમય લાગશે.

આ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે છે. એક્સપ્રેસ વે 93 PM ગતિ શક્તિ ટર્મિનલ, 13 બંદરો, આઠ મોટા એરપોર્ટ અને આઠ મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક (MMLP) તેમજ આગામી ગ્રીનફિલ્ડ એરપોર્ટ જેવા કે જેવર એરપોર્ટ, નવી મુંબઈ એરપોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટને પણ જોડશે. આ રીતે તે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને મુંબઈ વચ્ચે કનેક્ટિવિટી વધારશે.

આ સમાચાર પણ વાંચો :  ખૂબ જ કામનુ / નવવિવાહિત યુગલોને મળી રહ્યાં છે 2.5 લાખ રૂપિયા, આવી રીતે તાત્કાલિક કરો અરજી

આ ઉપરાંત આ એક્સપ્રેસ-વે પર મુસાફરો માટે પેસેન્જર ફેસિલિટેશન સેન્ટર, ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન, ટ્રોમા સેન્ટર વગેરે સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. આ સાથે તેમાં હવામાનની માહિતીની સુવિધા પણ હશે અને દર 50 કિલોમીટરના અંતરે આરામ કરવાની જગ્યા હશે. આ હાઈવે પર મહત્તમ સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.

એક્સપ્રેસ વે છ રાજ્યોને જોડશે

આ એક્સપ્રેસ વે છ રાજ્યો દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે અને કોટા, ઈન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોને જોડશે. પીએમઓએ કહ્યું કે તે તમામ અડીને આવેલા પ્રદેશોના વિકાસના માર્ગ પર ઉત્પ્રેરક અસર કરશે અને આ રીતે દેશના આર્થિક પરિવર્તનમાં મોટો ફાળો આપશે.

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version