ભારતમાં કોરોના વિરુદ્ધ વેક્સિનેશન અભિયાન અંતર્ગત રસીના ડોઝ આપવા મામલે ભારતે અમેરિકાને પણ પાછળ છોડી દીધું છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પ્રાપ્ત આંકડા અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં કુલ 32,36,63,297 કરોડ વેક્સિન ડોઝ અપાયા છે.
છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કુલ 17,21,268 ડોઝ આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં 16 જાન્યુઆરી,2021ના રોજ વેક્સિનેશન અભિયાનની શરૂઆત થઇ હતી, જ્યારે અમેરિકામાં 14 ડિસેમ્બર, 2021ના રોજ વેક્સિનેશનની શરૂઆત થઇ હતી.