Site icon News Continuous Bureau | Mumbai

India Pakistan Tension : ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને કયું ઓપરેશન ચલાવ્યું? છાતી પીટતા નામ જાહેર કર્યું

India Pakistan Tension : 6 મેના ભારતના 'ઓપરેશન સિંદૂર'ના જવાબમાં 10 મેના પાકિસ્તાને 'ઓપરેશન બુન્યાન-એ-મરસૂસ' શરૂ કર્યું

After Operation Sindoor, Pakistan Launched Which Operation Revealed While Beating Their Chest

After Operation Sindoor, Pakistan Launched Which Operation Revealed While Beating Their Chest

News Continuous Bureau | Mumbai

 India Pakistan Tension :  6 મેના ભારતના ‘ઓપરેશન સિંદૂર’ના જવાબમાં પાકિસ્તાને 10 મેના ‘ઓપરેશન બુન્યાન-એ-મરસૂસ’ (Operation Bunyan-e-Marsus) શરૂ કર્યું. બંને દેશો વચ્ચે ચાર દિવસ ચાલેલા સૈન્ય સંઘર્ષને પાકિસ્તાને ‘મરકા-એ-હક’ નામ આપ્યું. પાકિસ્તાની સેનાએ સોમવારે (12 મે 2025) દાવો કર્યો કે ‘ઓપરેશન બુન્યાન-એ-મરસૂસ’, ‘મરકા-એ-હક’ (સત્યની લડાઈ)નો ભાગ હતો, જે પાકિસ્તાનમાં હુમલાઓ પછી શરૂ થયો હતો. ભારતે 22 એપ્રિલે પહેલગામમાં માં થયેલા આતંકી હુમલાના જવાબમાં 6 મેના મોડી રાત્રે આતંકી ઠેકાણાઓ પર ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ સચોટ હુમલા કર્યા હતા.

Join Our WhatsApp Channel

 India Pakistan Tension :  પાકિસ્તાન (Pakistan)નો જવાબ

 ભારતીય કાર્યવાહી પછી પાકિસ્તાને 8, 9 અને 10 મેના ભારતીય સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ભારત અને પાકિસ્તાન ચાર દિવસ સુધી સરહદ પારથી ડ્રોન અને મિસાઇલ હુમલાઓ પછી સંઘર્ષને સમાપ્ત કરવા માટે બંને તરફથી સીઝફાયર (Ceasefire)ની જાહેરાત કરી.

 India Pakistan Tension : મરકા-એ-હક (Marka-e-Haq)

પાકિસ્તાની સેનાએ સોમવારે (12 મે 2025) એક નિવેદનમાં કહ્યું કે સૈન્ય સંઘર્ષ ‘મરકા-એ-હક’ હેઠળ 10 મેના ‘ઓપરેશન બુન્યાન-એ-મરસૂસ’ (Operation Bunyan-e-Marsus) ચલાવવામાં આવ્યું હતું, જે 6 અને 7 મેની મધ્યરાત્રિએ શરૂ થયેલા ભારતીય હુમલાઓના જવાબમાં કરવામાં આવ્યું હતું. પાકિસ્તાની આર્મીએ ભારતીય હુમલામાં અનેક નાગરિકોના મૃત્યુનો દાવો કર્યો છે. પાકિસ્તાની સેનાના અનુસાર, ‘મરકા-એ-હક’ 22 એપ્રિલથી 10 મે સુધી ચાલેલા વ્યાપક સંઘર્ષને આપેલું સત્તાવાર નામ છે, જ્યારે ‘ઓપરેશન બુન્યાન-એ-મરસૂસ’ 10 મેના શરૂ કરાયેલા સૈન્ય અભિયાનને આપેલું નામ હતું. પાકિસ્તાને દાવો કર્યો કે પાકિસ્તાન સશસ્ત્ર દળોએ અમારા લોકો સાથે કરેલું વચન પૂર્ણ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : BrahMos Missile : જે બ્રહ્મોસ મિસાઇલથી ભારતે પાકિસ્તાનનો ઘમંડ ચકનાચૂર કર્યો, જાણો તેની કિંમત

 India Pakistan Tension :  રાજનયિકો (Diplomats)નો આભાર

 પાકિસ્તાની સેનાએ આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનના મામલાને સ્પષ્ટતા અને દૃઢ વિશ્વાસ સાથે અસરકારક રીતે રજૂ કરવા માટે રાજનયિકોનો આભાર માન્યો. વૈજ્ઞાનિકો અને ઇજનેરો પ્રત્યે પણ આભાર વ્યક્ત કર્યો, જેમણે સ્વદેશી અને વિશિષ્ટ ટેકનિકો વિકસાવી, જે ઓપરેશનની સફળતા માટે સહાયક રહી. સેનાએ દેશની રક્ષા માટે સમર્થનમાં એકતાનાં સંકલ્પ દર્શાવવા માટે તમામ રાજકીય પક્ષોના રાજકીય નેતૃત્વની પણ પ્રશંસા કરી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Union Minister Alleges Foreign Funding ચૂંટણી પ્રક્રિયાને બદનામ કરવાનું મોટું ષડયંત્ર? સુપ્રીમ કોર્ટમાં વિરોધ પ્રદર્શન વચ્ચે પાકિસ્તાની કનેક્શન ખુલતાં રાજકારણમાં ખળભળાટ!
Agniveer Service Tenure Extended To 6 Years ૭૫% અગ્નિવીરોને હવે ૪ નહીં ૬ વર્ષનો કાર્યકાળ મળશે સીડીએસની ઐતિહાસિક જાહેરાતથી યુવાઓમાં ખુશીનો માહોલ
PM Modi Calls Sharad Pawar નરેન્દ્ર મોદીએ શરદ પવારને ફોન કરી તબિયતના ખબરઅંતર પૂછ્યા હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પીએમ મોદીએ આપી આ સલાહ!
Nirmala Sitharaman Smriti Irani Rahul Gandhi Debate રાહુલ ગાંધીએ પીએમ મોદીને ડિબેટનો પડકાર ફેંકતાં નિર્મલા સીતારમણ અને સ્મૃતિ ઈરાનીનો વળતો પ્રહાર ‘સંસદમાં જવાબો સાંભળવા…
Exit mobile version