Site icon

અહો આશ્ચર્યમ – ભારત ના કર્યા વખાણ, કહ્યું ભારત કોવિડ – 19 સમયે વિશ્વ ફાર્મસી નું કામ કરી રહ્યું છે..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

23 જુન 2020 

આજે વિશ્વભરમાં ફેલાયેલા કોરોનાના સંક્રમણમાં જૂજ સાધનો હોવા છતાં ભારત વિશ્વને મોટા પ્રમાણમાં જેનરિક દવાઓ પુરી પાડી રહ્યું છે. તેને કારણે આજે વિશ્વમાં ભારતને 'વિશ્વની ફાર્મસી' તરીકેની ગણના થઈ રહી છે. આજે ચાર મહિનાથી વધુનો સમય થવા આવ્યો હોવા છતાં વિશ્વભરમાં જીવલેણ કોરોનાવાયરસ નો કહેર યથાવત છે. આની દવા અને રસી શોધવા માટે તમામ દેશો પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે "દવાના ક્ષેત્રે વિશાળ અનુભવ અને ઊંડા જ્ઞાનને કારણે ભારત covid-19 જેવા રોગચાળા દરમિયાન દવાના કેન્દ્ર ની ભૂમિકા ભજવી રહ્યું છે. કારણ કે આ સમયે દુનિયાના 133 દેશોની ભારતે દવા દ્વારા મદદ કરી છે." એમ કહેવું છે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનના મહા સચિવ નું..    વધુમાં તેમણે જણાવ્યું કે ભારત સરકારે રાષ્ટ્રિય સ્તરે કોરોના વાયરસ ને રોકવા માટે અને તેની સારવાર માટે તાત્કાલિક પગલાં લીધા છે જેને કારણે મરણાંક વસ્તીના પ્રમાણમાં ખૂબ નીચો રહ્યો છે. તેમણે કહ્યું કે ભારત આજે  વૈશ્વિક પહેલ દ્વારા દિશા નક્કી કરીને માર્ગદર્શન પૂરું પાડી રહ્યું છે. આ સાથે જ તેમણે કહ્યું કે મેડિસિનમાં ભારતે ઉચ્ચ ગુણવત્તાની સાથે સસ્તી દવાઓ અને ઉપકરણો ઉપલબ્ધ કરાવ્યા હોવાથી આજે વિશ્વમાં ભારતની ચર્ચા થઈ રહી છે..  ઉલ્લેખનિય છે કે ભારત જેનરિક દવાઓ નો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. જે કુલ વૈશ્વિક દવાના ઉત્પાદનમાં ૨૦ ટકાનો હિસ્સો ધરાવે છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3hVOVgr

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Voter List: આધાર કાર્ડ જ નહીં, આ દસ્તાવેજો પણ રાખો તૈયાર: મતદાર યાદી સુધારણા માટે આજથી BLO ઘરે-ઘરે જશે
Manipur clashes: મણિપુરના ચુરાચાંદપુરમાં સુરક્ષાબળોની મોટી કાર્યવાહી, અથડામણમાં UKNAના આટલા ઉગ્રવાદીઓને ઠાર કર્યા
Election Commission: ચૂંટણી પંચ મિશન મોડ પર; 12 રાજ્યોમાં ‘SIR’ અભિયાન શરૂ, આ તારીખે પ્રસિદ્ધ થશે અંતિમ યાદી
Diabetes Food: ભારતીય રેલવે પ્રવાસમાં ‘શુગર’ નહીં વધે! હવે ડાયાબિટીસના દર્દીઓને ‘આ’ ટ્રેનોમાં મળશે ‘ડાયાબેટિક ફૂડ’!
Exit mobile version