Site icon

ખતરાની ઘંટી.. ભારતમાં રોકેટ સ્પીડે વધી રહ્યો છે કોરોના, છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ નવા કેસ, એક જ દિવસમાં આટલા દર્દીઓએ ગુમાવ્યો જીવ.. જાણો ચિંતાજનક આંકડા

News Continuous Bureau | Mumbai

છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની માહિતી અનુસાર, દેશમાં 24 કલાકમાં 3,016 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે. છેલ્લા છ મહિનામાં કોરોના દર્દીઓમાં આ સૌથી વધુ વધારો છે.
છેલ્લા 24 કલાકમાં 1 હજાર 396 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે ગયા છે અને હાલમાં 13 હજાર 509 દર્દીઓ સક્રિય છે. 29 માર્ચે સક્રિય દર્દીઓની સંખ્યા 11 હજાર 903 હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  કાર્યવાહી.. પાલિકાએ અચાનક જ મલાડની દસ બાર નહીં પણ આટલી બધી દુકાનો પર ફેરવી દીધો હથોડો, વેપારીઓને મોટું નુકસાન. જુઓ વિડીયો

સ્વાસ્થ્ય મંત્રાલયની માહિતી અનુસાર, છેલ્લા એક દિવસમાં કોરોનાને કારણે 14 લોકોના મોત થયા છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 5 લાખ 30 હજાર 862 દર્દીઓના મોત થયા છે. આ ઉપરાંત દેશમાં અત્યાર સુધીમાં 4.47 કરોડથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. આ સિવાય કુલ 4 કરોડ 41 લાખ 68 હજાર 321 લોકો સાજા થયા છે. તેમજ અત્યાર સુધીમાં કોરોનાના 220.65 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

દરમિયાન, ભારતમાં દરરોજ નોંધાયેલા કોરોના દર્દીઓની સંખ્યા અનેક ગણી વધી રહી છે. થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકારે કહ્યું હતું કે મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત, તમિલનાડુ, તેલંગાણા અને કર્ણાટક રાજ્યોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. તેમજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ રાજ્યોને વિશેષ કાળજી લેવાની સલાહ આપવામાં આવી હતી.

Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Indian Railways 52: ભારતીય રેલવેમાં ‘સુધારાનો મહાકુંભ’: 52 અઠવાડિયામાં લાગુ થશે 52 મોટા ફેરફાર,જાણો વિગતે
Shashi Tharoor: જવાહરલાલ નહેરુ વિશે શશિ થરૂરનું મોટું નિવેદન, 1962ના ચીન યુદ્ધમાં હાર માટે નિર્ણયોને ગણાવ્યા જવાબદાર
India’s First Hydrogen Train: માત્ર ₹5ના સિક્કામાં કરો સફર! અવાજ અને ધુમાડા વગર દોડતી દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન, જાણો તેની ખાસિયતો
Exit mobile version