News Continuous Bureau | Mumbai
ભારતમાં હવે કોરોનાના કેસમાં(Corona case) મોટો ઉછાળો આવી રહ્યો છે જે નવી લહેરનો(Covid19 wave) સંકેત છે. જૂનના પહેલા અઠવાડિયામાં દેશમાં કોરોનાએ જોર પકડ્યુ છે. વધતા જતા કેસોએ ફરી એકવાર સરકારની ચિંતા વધારી દીધી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 8 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. દેશમાં આજે કોરોનાના ૮,૩૨૯ નવા કેસ નોંધાયા છે જે ગઈકાલે કરતા ૧૦ ટકા વધારે છે. છેલ્લા ચોવીસ કલાકમાં ભારતમાં કોરોનાથી ૧૦ લોકોના મોત થયા છે
આરોગ્ય મંત્રાલયના(Ministry of Health) જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 8329 નવા કેસ નોંધાયા છે આ સાથે કુલ COVID-19 કેસલોડ 4,32,13,435 છે, જેમાંથી સક્રિય કેસલોડ 40,370 છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 4,103 નો વધારો થયો છે. આ દરમિયાન 10 દર્દીઓના મૃત્યુ(Covid19 death) નોંધાયા છે, જેનાથી મૃત્યુની કુલ સંખ્યા 5,24,757 થઈ ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : રવિવારે લોકલ ટ્રેનમાં સફર કરવાના છો- તો વાંચો આ સમાચાર-રેલવેએ સેન્ટ્રલ અને હાર્બર લાઈન પર રાખ્યો છે આટલા કલાકનો મેગા બ્લોક
છેલ્લા 24 કલાકમાં કુલ 4,216 દર્દીઓ સાજા થયા છે, જેનાથી દેશભરમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 4,26,48,308 થઈ ગઈ છે. હવે રિકવરી રેટ(Recovery rate) 98.69% છે.
જાણો છેલ્લા 10 દિવસમાં કયા દિવસે કેટલા કેસ નોંધાયા?
જૂન 10 – 8329 કેસ
જૂન 9- 7584 કેસ
જૂન 8 – 7240 કેસ
જૂન 7 – 5233 કેસ
6 જૂન- 3714 કેસ
5 જૂન – 4518 કેસ
4 જૂન – 4270 કેસ
3 જૂન – 3962 કેસ
2 જૂન – 4041 કેસ
1 જૂન – 3712 કેસ