ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ 14 એપ્રિલ 2021.
બુધવાર.
ભારત સરકારે વેક્સિનની બ્રિઝ ટ્રાયલની શરત હટાવતા દુનિયાની અન્ય વેક્સિનોને પણ પ્રવેશ મળશે.
ભારત સરકારે વેક્સિનેશન ને લઈને મોટો નિર્ણય લીધો છે. દેશમાં વધુમાં વધુ વેક્સિન ઉપલબ્ધ કરાવવા માટે સરકારે વેક્સિનના બ્રીઝ ટ્રાયલની શરતો હટાવી દીધી છે. આ નિર્ણયને પગલે હવે દુનિયાની અન્ય વેક્સિનને પણ ભારતમાં ઉપયોગમાં લઇ શકાશે. ઈમરજન્સી ઉપયોગ માટેની મંજુરી મેળવી ચૂકેલી અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સૂચિમાં શામેલ વેક્સિન ભારતમાં ઉપયોગમાં લઇ શકાશે.
મીડિયા અહેવાલ મુજબ અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન સહિતના અનેક દેશોમાં જુદી-જુદી ફાર્મા કંપનીઓની વેક્સિનનોને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ચૂકી છે. પરંતુ હવે બ્રીઝ ટ્રાયલની શરતો રદ થતા અન્ય દેશોમાં મંજૂરી પામેલી વેકસિનને ભારતમાં પણ મંજૂરી મળી શકશે.
મહારાષ્ટ્ર રાજ્યમાં ઓક્સિજન ની અછત. પડોશી રાજ્યો પાસેથી મદદની અપેક્ષા. જાણો વિગત.
ઉલ્લેખનીય છે કે, અન્ય વેક્સિનનો ને મંજૂરી આપતા પહેલા તે વેક્સિન સો લોકોને આપવામાં આવશે અને ત્યારબાદ તેમને ઓછામાં ઓછા સાત દિવસ સુધી તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવશે. જો વેક્સિનની કોઈ ગંભીર પ્રતિક્રિયા ન જણાય તો તેને દેશના અન્ય લોકોને આપવામાં આવશે.
