Site icon

India-Pakistan Relations:ભારતે આસિમ મુનીરના નિવેદનની કરી આકરી ટીકા, પરમાણુ ધમકીઓ ને લઈને કહી આવવી વાત

ભારતે પાકિસ્તાની સેના પ્રમુખના પરમાણુ ધમકીઓને બિનજવાબદાર ગણાવી, કહ્યું કે આંતરિક નિષ્ફળતાઓથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે.

ભારતે આસિમ મુનીરના નિવેદનની કરી આકરી ટીકા, પરમાણુ ધમકીઓ ને લઈને કહી આવવી વાત

ભારતે આસિમ મુનીરના નિવેદનની કરી આકરી ટીકા, પરમાણુ ધમકીઓ ને લઈને કહી આવવી વાત

News Continuous Bureau | Mumbai
ભારતે પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીર દ્વારા કરવામાં આવેલી “બેજવાબદાર” પરમાણુ ધમકીઓની આકરી નિંદા કરી છે. ભારતે કહ્યું કે યુદ્ધ-ઉત્તેજક ટિપ્પણીઓ ઇસ્લામાબાદની આંતરિક નિષ્ફળતાઓથી ધ્યાન હટાવવા માટેની વ્યૂહરચનાનો ભાગ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, “પાકિસ્તાની નેતૃત્વ તરફથી ભારત વિરુદ્ધ બેજવાબદાર, યુદ્ધ-ઉત્તેજક અને દ્વેષપૂર્ણ ટિપ્પણીઓનો સતત પેટર્ન જોવા મળી રહી છે. આ તેમની પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે ભારત વિરોધી વાતોને વારંવાર ઉછાળવાની જાણીતી મોડસ ઓપરેન્ડી છે.”

મે મહિનામાં ભારતે આપ્યો હતો આકરો જવાબ

જયસ્વાલે ચેતવણી આપી કે “કોઈપણ દુસ્સાહસ ના ગંભીર પરિણામો આવશે, જે તાજેતરમાં જોવા મળ્યું.” MEA મે મહિનામાં થયેલા સૈન્ય ગતિરોધનો ઉલ્લેખ કરી રહ્યું હતું, જ્યારે ભારતે પાકિસ્તાનમાં અને પાકિસ્તાન-અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી શિબિરોને લક્ષ્ય બનાવ્યા બાદ પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલ હુમલાનો આકરો જવાબ આપ્યો હતો. ભારતે આ ટિપ્પણીઓને “પરમાણુ શક્તિનો બેજવાબદાર પ્રદર્શન” ગણાવી અને તેને પ્રાદેશિક તથા વૈશ્વિક સુરક્ષા માટે જોખમ ગણાવ્યું.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Raj Thackeray: ૧૫ ઓગસ્ટે કતલખાના અને માંસની દુકાનો બંધ રાખવાના આદેશ પર રાજ ઠાકરેનો આક્રોશ

“આંતકવાદી જૂથો સાથે મળીને કામ કરતું સૈન્ય તંત્ર”

ભારતે એ પણ ચિંતા વ્યક્ત કરી કે આવી ધમકીઓ એક એવા સૈન્ય તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે, જે “આતંકવાદી જૂથો સાથે હાથ મિલાવીને” કામ કરે છે, જેના કારણે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રાગારની સુરક્ષા પર શંકા ઊભી થાય છે. ભારતે આસિમ મુનીરની એક મિત્ર દેશની ધરતી પર આવી ટિપ્પણીઓ કરવા બદલ પણ ટીકા કરી. એવા પણ અહેવાલો છે કે મુનીરે યુએસમાં એક ખાનગી કાર્યક્રમમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની જામનગર રિફાઈનરીને નિશાન બનાવવાની ધમકી આપી હતી.

પાકિસ્તાનનો બચાવ અને ભારતનો દ્રઢ સંકલ્પ

પાકિસ્તાને ભારતના આરોપોને નકારી કાઢતા દાવો કર્યો કે તેની પરમાણુ નીતિ સંપૂર્ણપણે નાગરિક નિયંત્રણ હેઠળ છે અને તેણે વ્યૂહાત્મક બાબતોમાં હંમેશા “શિસ્ત અને સંયમ” રાખ્યો છે. તેણે ચેતવણી આપી કે ભારતના કોઈપણ “આક્રમણ”નો “તાત્કાલિક અને સમાન જવાબ” આપવામાં આવશે.

Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Iran Protest: ઈરાનમાં લોહીની નદીઓ વહી, ખામનેઈના આદેશ બાદ પ્રદર્શનકારીઓ પર અંધાધુંધ ફાયરિંગ, અત્યારસુધી થયા આટલા લોકોના કરુણ મોત
India-Russia Oil Deal: રશિયન તેલ પર 500% ટેરિફની ટ્રમ્પની ધમકી સામે ભારતની લાલ આંખ, રાષ્ટ્રીય હિત માટે નમવાની ચોખ્ખી ના
Venezuela Oil India: ભારત માટે ખુલી શકે છે વેનેઝુએલાના તેલના દ્વાર, ટ્રમ્પ પ્રશાસન મંજૂરી આપવા તૈયાર, પણ રાખવામાં આવી આ મોટી શરત!
Exit mobile version