Site icon

S-400 Missile Deal: ભારત સરકારે સંરક્ષણ ક્ષેત્રે લીધો મોટો નિર્ણય: રશિયા પાસેથી 288 નવી મિસાઇલો ખરીદવા માટે આપી મંજૂરી

S-400 Missile Deal: રક્ષા મંત્રાલયની બેઠકમાં ₹3.60 લાખ કરોડના રક્ષા પ્રસ્તાવોને મહોર; રાફેલ અને દરિયાઈ દેખરેખ વિમાનોની પણ થશે ખરીદી.

India strengthens air defense with ₹10,000 crore S-400 missile deal with Russia; 288 missiles to be procured.

India strengthens air defense with ₹10,000 crore S-400 missile deal with Russia; 288 missiles to be procured.

News Continuous Bureau | Mumbai

 ભારતની હવાઈ સુરક્ષા પ્રણાલીને વધુ સજ્જ કરવા માટે રક્ષા મંત્રાલય દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રક્ષા ખરીદ પરિષદ (DAC) એ રશિયા પાસેથી એસ-400 વાયુ રક્ષા પ્રણાલી માટે 288 અત્યાધુનિક મિસાઇલો ખરીદવાની મંજૂરી આપી દીધી છે. આ આખી ડીલ અંદાજે 10,000 કરોડ રૂપિયાની હોવાનું માનવામાં આવે છે, જેનાથી ભારતની સરહદો પર બાજ નજર રાખવી વધુ સરળ બનશે.ભારતીય સેનાની તાકાતમાં આ વધારો એવા સમયે કરવામાં આવી રહ્યો છે જ્યારે પાડોશી દેશો સાથેના સરહદી વિવાદો હજુ પણ ચર્ચામાં છે. એસ-400 સિસ્ટમ દુનિયાની સૌથી શક્તિશાળી ડિફેન્સ સિસ્ટમ ગણાય છે. આ નવી મિસાઇલોના આગમનથી ભારતીય વાયુસેના (Indian Air Force) કોઈપણ દુશ્મન વિમાન કે ડ્રોનને હવામાં જ ફૂંકી મારવા માટે સક્ષમ બનશે.

Join Our WhatsApp Community

શા માટે લેવામાં આવ્યો નવી મિસાઇલો ખરીદવાનો નિર્ણય?

રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન એસ-400 સિસ્ટમનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન મિસાઇલો છોડવામાં આવતા હાલનો સ્ટોક ઓછો થયો હતો. આ ખાધને પૂરી કરવા અને સેનાને હંમેશા તૈયાર રાખવા માટે 120 ટૂંકી રેન્જની અને 168 લાંબી રેન્જની મિસાઇલો ખરીદવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Bangladesh Election Result: પીએમ મોદીએ તારિક રહેમાનને પાઠવ્યા અભિનંદન, બાંગ્લાદેશમાં BNP ના વિજય બાદ ભારતનું સત્તાવાર નિવેદન આવ્યું સામે

વિવિધ અંતર સુધી માર કરવાની ક્ષમતા

ભારત જે નવી મિસાઇલો ખરીદી રહ્યું છે તે જમીનથી હવામાં માર કરનારી હશે. જેમાં 400 કિમી, 200 કિમી, 150 કિમી અને 40 કિમીની રેન્જ ધરાવતી મિસાઇલોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર વખતે ભારતે 314 કિમી દૂર સુધી નિશાન સાધ્યું હતું, જેના ડરથી પાકિસ્તાને પોતાનું એરબેઝ રાવલપિંડીથી અન્યત્ર ખસેડવાની ફરજ પડી હતી. આ સફળતા બાદ ભારત હવે વધુ 5 રેજિમેન્ટ ખરીદવા પર પણ વિચાર કરી રહ્યું છે.

રાફેલ અને અમેરિકી વિમાનો માટે પણ મોટી જાહેરાત

આ મહત્વની બેઠકમાં માત્ર રશિયા જ નહીં, પણ ફ્રાન્સ અને અમેરિકા સાથેની ડીલ પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. ફ્રાન્સ પાસેથી 114 રાફેલ ફાઇટર જેટ અને અમેરિકા પાસેથી 6 દરિયાઈ દેખરેખ વિમાનો ખરીદવા માટે પણ મંજૂરી અપાઈ છે. આ સમગ્ર રક્ષા સોદાઓ પાછળ સરકાર અંદાજે ₹3.60 લાખ કરોડ ખર્ચશે, જે ભારતને ગ્લોબલ ડિફેન્સ હબ બનાવવાની દિશામાં મોટું પગલું છે.

Guar Seed Market India:યુદ્ધ અને અલ-નિનોની આગાહીએ ગુવાર કોમ્પ્લેક્સમાં તેજીનો માહોલ સર્જ્યો
LeT Terrorist Arrested:આતંકી મોડ્યુલનો પર્દાફાશ! શબ્બીર અહમદની ધરપકડથી લશ્કર-એ-તૈયબાને મોટો ફટકો.
IndiGo Flight Operations:ઈન્ડિગોની ફ્લાઈટ્સમાં ૧૦% નો કાપ! DGCA ના નવા શેડ્યૂલથી એર ટ્રાવેલ પર થશે મોટી અસર..
North India Weather Alert: પહાડો પર બરફની આફત અને મેદાનોમાં માવઠું! કાશ્મીરમાં ૨ મુખ્ય હાઈવે બંધ, હિમાચલ પ્રદેશમાં આગામી ૪૮ કલાક ભારે, તંત્ર એલર્ટ મોડ પર.
Exit mobile version