ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 18 ડિસેમ્બર 2021
શનિવાર.
ભારતે આજે અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ આ મિસાઈલનું પરીક્ષણ ઓડિશાના બાલાસોર ખાતે કરવામાં આવ્યું છે.
અગ્નિ પી મિસાઈલ અગ્નિ સીરિઝની નવી જનરેશનવાળી એડવાન્સ મિસાઈલ છે. તેની મારક ક્ષમતા 1000થી 2000 કિમીની વચ્ચે છે.
અગ્નિ-પી એ બેલિસ્ટિક મિસાઈલની અગ્નિ સીરિઝની છઠ્ઠી મિસાઈલ છે. આ મિસાઈલ સપાટી પરથી સપાટી પર માર કરી શકે તેવી છે.
પરમાણુથી સક્ષમ આ મિસાઈલને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે ડીઆરડીઓ દ્વારા ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ભારતે ઓડિશાના ચાંદીપુર ખાતેથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના વાયુ સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.
