Site icon

કેન્દ્રની મોદી સરકાર મોટર ઇન્સ્યોરન્સને લઈ કરવા જઈ રહી છે મોટો ફેરફાર, હવે ઓન ધ સ્પોટ ચૂકવવા પડશે આના પૈસા..

દેશના માર્ગો પર લગભગ 50 ટકા જેટલા વાહનો વીમા વગર દોડી રહ્યા છે ત્યારે વીમા વગર દોડતા વાહનોને ભૂતકાળ બનાવવા માટે મોદી સરકાર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી માત્ર હેલ્મેટના હોય તેઓને હેલ્મેટ આપવામાં આવ્યા હોવાનું તમે સાંભળ્યું હશે, પરંતુ હવે વીમા વગર દોડતા વાહનોને ચેકિંગમાં પકડી પાડી અને વાહન ચાલકો પાસેથી સ્થળ પર જ વીમો ઉતરાવવામાં આવે તેવું આયોજન ચાલી રહ્યું છે

. India to offer on-the-spot insurance to cover rising number of uninsured vehicles

કેન્દ્રની મોદી સરકાર મોટર ઇન્સ્યોરન્સને લઈ કરવા જઈ રહી છે મોટો ફેરફાર, હવે ઓન ધ સ્પોટ ચૂકવવા પડશે આના પૈસા..

News Continuous Bureau | Mumbai

દેશના માર્ગો પર લગભગ 50 ટકા જેટલા વાહનો વીમા વગર દોડી રહ્યા છે ત્યારે વીમા વગર દોડતા વાહનોને ભૂતકાળ બનાવવા માટે મોદી સરકાર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી માત્ર હેલ્મેટના હોય તેઓને હેલ્મેટ આપવામાં આવ્યા હોવાનું તમે સાંભળ્યું હશે, પરંતુ હવે વીમા વગર દોડતા વાહનોને ચેકિંગમાં પકડી પાડી અને વાહન ચાલકો પાસેથી સ્થળ પર જ વીમો ઉતરાવવામાં આવે તેવું આયોજન ચાલી રહ્યું છે. એટલે કે જે વાહનો પાસે મોટર ઈન્સ્યોરન્સ પોલિસી નથી, તેઓ તરત જ ટ્રાફિક ચેકિંગમાં પકડાઈ જશે અને સ્થળ પર જ વીમો આપી પૈસા પણ લેવામાં આવશે, જેમના પૈસા ફાસ્ટેગ દ્વારા કરવામાં આવશે. આ માટે સરકાર નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે.

Join Our WhatsApp Community

મહત્વનું છે કે રસ્તા પર દોડતા વાહનોના ડોક્યુમેન્ટમાં વિમોએ મહત્વનો ભાગ ભજવતો હોય છે ત્યારે જો કોઈ વાહન મોટર ઈન્સ્યોરન્સ પોલિસી વગર રોડ પર દોડતું હોય તો માલિક દંડને પાત્ર બને છે. આ નિયમમાં હવે મોટાપાયે બદલાવ થવા જઇ રહ્યો છે. જેમાં હવે દંડની સાથે ‘ઓન ધ સ્પોટ’ વાહન વીમો પણ ખરીદવો પડશે, આ માટે વીમાની રકમ ફાસ્ટેગમાંથી જ કપાઈ જશે. આ અંતર્ગત પોલીસ અને ટ્રાફિક વિભાગના અધિકારીઓ હાઇવે મંત્રાલયની વાહન એપની મદદથી હેન્ડહેલ્ડ ડિવાઇસમાંથી વાહનની સંપૂર્ણ માહિતી મેળવશે.

આ સમાચાર પણ વાંચો  :  લીંબુએ દાંત કર્યા ખાટા, ઉનાળો શરૂ થતાં જ માંગ અને ભાવમાં થયો વધારો.. જાણો કેટલા વધ્યા..

જો વાહનનો વીમો નથી, તો પરિવહન વિભાગના નેટવર્ક સાથે જોડાયેલી સામાન્ય વીમા કંપનીઓ પાસેથી તરત જ પોલિસી ખરીદવાનો વિકલ્પ હશે. બેંકો અને વીમા કંપનીઓ પણ FASTag પ્લેટફોર્મ પર છે. વાહન માલિકને મોટર વીમા પોલિસી ખરીદવાનો વિકલ્પ અને ફાસ્ટેગ દ્વારા વીમાની રકમ પેમેન્ટની જોગવાઈ પણ હશે.

જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલના એક અધિકારીએ જણાવ્યું કે કાઉન્સિલની બેઠકમાં સ્પોટ ઈન્સ્યોરન્સ પર પણ ચર્ચા થઈ હતી. તેના અમલીકરણ માટે હવે ભલામણો તૈયાર કરવામાં આવી રહી છે. 17 માર્ચની બેઠકમાં તેની ચર્ચા થશે.

Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Exit mobile version