Site icon

India Trump Tariff: ભારત-અમેરિકન વ્યવસાય પર 25% ટેરિફની જાહેરાત કરવાનું કારણ શું છે કે માત્ર એક ગુસ્સો, જાણો શું છે આખો મામલો?

India Trump Tariff:અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર ભારે-ભરખમ ટેરિફ અને 'રશિયન પેનલ્ટી' લાદવાની તૈયારીમાં, કારણ રશિયા પાસેથી સસ્તા ક્રૂડ ઓઇલની ખરીદી અને BRICS સભ્યપદ.

India Trump Tariff Donald Trump says open to negotiations with India, but also links tariff ‘penalty’ to BRICS membership

India Trump Tariff Donald Trump says open to negotiations with India, but also links tariff ‘penalty’ to BRICS membership

News Continuous Bureau | Mumbai

India Trump Tariff: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ભારતથી નારાજ છે. ભારત સતત રશિયા પાસેથી સસ્તા ભાવે કાચું તેલ (Crude Oil) ખરીદી રહ્યું છે, જે ટ્રમ્પને ગમતું નથી. આ સ્થિતિમાં, ટ્રમ્પે ભારત પર ભારે-ભરખમ ટેરિફ (Tariff) લગાવવાની સાથે-સાથે ‘રશિયન પેનલ્ટી’ (Russian Penalty) લગાવવાની પણ જાહેરાત કરી છે. આ નિર્ણયથી ભારત-અમેરિકાના વેપાર સંબંધોમાં નવો તણાવ ઊભો થયો છે.

Join Our WhatsApp Community

 India Trump Tariff: ભારત પર ટ્રમ્પનો નવો હુમલો: રશિયા સાથેની મિત્રતા અને BRICS બન્યા કારણ.

ભારત સાથેના વેપાર કરાર (Trade Deal) અંગે ટ્રમ્પે કહ્યું કે, “અમે હાલમાં ટેરિફ પર વાતચીત કરી રહ્યા છીએ. BRICS (બ્રિક્સ) ને લઈને પણ નિર્ણય થશે.” બ્રિક્સ, જે અમેરિકા વિરોધી જૂથ (Anti-US Group) તરીકે જોવાય છે અને ભારત તેનું સભ્ય છે, તે ડોલર પર સીધો હુમલો છે. ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું, “અમે કોઈને પણ ડોલર પર હુમલો કરવાની મંજૂરી આપીશું નહીં” આ ટેરિફ આંશિક રીતે બ્રિક્સ અને  વેપાર ને લઈને છે.

ટ્રમ્પે આગળ કહ્યું, “પણ આપણે જોઈએ કે શું થાય છે. અમે હાલમાં ભારતથી વાતચીત કરી રહ્યા છીએ. જોઈએ શું થાય છે. આનાથી બહુ ફરક નથી પડતો કે આપણે ડીલ કરીએ કે તેમના પર એક નિશ્ચિત ટેરિફ લગાવીએ. તમને આ સપ્તાહના અંત સુધીમાં ખબર પડી જશે.”

  India Trump Tariff: ભારતનો સાચો મિત્ર કોણ છે?

જ્યારે અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો પાકિસ્તાનને ટેકો આપતા હતા ત્યારે ભારત રશિયા પાસેથી શસ્ત્રો ખરીદતું હતું. હથિયારો પૂરા પાડવાની વાત તો દૂર, પ્રતિબંધો લાદવામાં અમેરિકા હંમેશા મોખરે રહ્યું. એકસાથે બે મોરચે (ચીન અને પાકિસ્તાન) લડતા, ભારતને તેની સંરક્ષણ જરૂરિયાતો માટે રશિયા પર આધાર રાખવો પડ્યો.

આ સમાચાર પણ વાંચો : India US Trade War : ભારત પર ટ્રમ્પનો નવો હુમલો: રશિયા સાથેની મિત્રતાને કારણે ૨૫% ટેરિફ અને દંડ!

આવી સ્થિતિમાં, ટ્રમ્પનો દલીલ કે ભારત રશિયા પાસેથી શસ્ત્રો ખરીદે છે તે સ્વીકાર્ય નથી. રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે આજે વૈશ્વિક બજારમાં તેલના ભાવ લગભગ સ્થિર છે. નહીંતર આખી દુનિયાને મોંઘા તેલનો માર સહન કરવો પડ્યો હોત.

  India Trump Tariff: ટ્રમ્પની ધમકી પાછળનું આ છે સાચું કારણ

હકીકતમાં, ટ્રમ્પ એ વાતથી નારાજ છે કે મંગળવારે (29 જુલાઈ, 2025) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ અંગે સંસદમાં આપેલા નિવેદનમાં કોઈપણ વૈશ્વિક નેતાના હસ્તક્ષેપનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. પીએમ મોદીએ સીધા ટ્રમ્પનું નામ લીધું ન હતું, પરંતુ સંકેતો દ્વારા સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાનની વિનંતીને કારણે યુદ્ધવિરામ કરવામાં આવ્યો હતો.

યુદ્ધવિરામ પછી, ટ્રમ્પ કહી રહ્યા છે કે અમેરિકાના કારણે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ ટળી ગયું અને યુદ્ધવિરામ થયો, પરંતુ ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે યુદ્ધવિરામમાં કોઈ ત્રીજા દેશની કોઈ ભૂમિકા નહોતી.

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version