અમેરિકામાં જો બાઈડનનું શાસન આવ્યા પછી પણ ભારત સાથેની ગાઢ દોસ્તી બની રહેવાની હોય તેમ સૌથી અત્યાધુનિક યુદ્ધવિમાન એફ-16 ઈએકસ ભારતને આપવાની દરખાસ્તને અમેરિકા સરકારે મંજુરી આપી દીધી છે.
અમેરિકાનું આ સૌથી આધુનિક યુદ્ધવિમાન બહુપયોગી હોવાની સાથોસાથ ગમે તેવા વાતાવરણમાં તથા રાત્રીના અંધકારમાં પણ પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે.
ભારતને યુદ્ધ વિમાન આપવા સંબંધી લાયસન્સ માટે બાઈડેન તંત્રને અરજી કરવામાં આવી હતી. અમેરિકી સરકારે તેનો સ્વીકાર કર્યો
આવતા સપ્તાહમાં બેંગ્લોર ખાતે એર ઈન્ડીયા 2021માં પણ એફ-15 ઈએકસ યુદ્ધ વિમાનનું પ્રદર્શન કરવામાં આવશે.
