ભારતીય વાયુસેનાએ ઓક્સિજન સપ્લાય માટે મોરચો સંભાળ્યો છે. વાયુસેનાના સી-17 વિમાનો ઓક્સિજન ટેન્કના ચાર કન્ટેનર ભરવા માટે સિંગાપુરના ચાંગી એરપોર્ટ પર પહોંચ્યા છે.
આ ચાર કન્ટેનરને ઓક્સિજન સાથે લોડ કરીને આ વિમાનો આજે સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળના પનાગર એરબેઝ પર ઉતરશે.
વાયુસેના દ્વારા ઓક્સિજન ટેન્કરોને વિમાનો થકી દેશમાં વિવિધ ઓક્સિજન પ્લાન્ટ પર પહોંચાડવાનુ શરકુ કરી દીધુ છે. જેથી ઓક્સિજન દર્દીઓ સુધી વહેલી તકે પહોંચી શકે.
