એમેઝોન તથા સ્પેસ ટ્રાવેલ કંપનીના માલિક જેફ બેઝોસ સ્પેસ પ્રવાસે જાય એ પહેલા સ્પેસ ટ્રાવેલિંગના જૂના ખેલાડી રિચાર્ડ બ્રોન્સન કુદી પડયા છે.
બ્રોન્સને જાહેરાત કરી છે કે તેઓ 11 તારીખે સ્પેસમાં જશે એટલે કે બેઝોસ કરતા નવ દિવસ પહેલા. તેમની સાથે ભારતીય મૂળની અવકાશયાત્રી સિરિશા બાંડલે પણ હશે. સિરિશા 2015થી બ્રોન્સનની કંપનીમાં કામ કરે છે.
આમ કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ પછી સ્પેસમાં જનારી સિરિશા ત્રીજી ભારતીય નારી બનશે.
ઉલ્લેખનીય છે કે અવકાશમાં ખાનગી પ્રવાસો શરૂ કરવા માટે કેટલાક મોટા માથાઓ વચ્ચે સ્પર્ધા ચાલે છે, જેમાં ત્રણ મુખ્ય જેફ બેઝોસ, રિચાર્ડ બ્રોન્સન અને ઈલોન મસ્ક છે.