ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
09 મે 2020
ભારતીય સેના અને ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરોએ શુક્રવારે ખરાબ હવામાન વચ્ચે દરિયાની સપાટીથી 15,500 ફૂટની ઊંચાઈએ પર ફસાયેલા આઈએએફ હેલિકોપ્ટર ક્રૂને બચાવ્યો અને તેમને ત્યાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા. સેનાએ જણાવ્યું હતું કે ફસાયેલા લશ્કરી જવાનોને બચાવતા પહેલા કેટલાક કલાકો સુધી હવામાનનો સામનો કરવો પડ્યો હતો. માહિતી મળતાની સાથે જ 7 મેના રોજ, ભારતીય સેનાએ આઈટીબીપીના જવાનો સાથે પગપાળા ખતરનાક વિસ્તારોને પાર કર્યા અને હેલિકોપ્ટર લેન્ડિંગ સાઇટમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને તેમને તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી..