ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 ઓગસ્ટ, 2021
મંગળવાર
જમ્મુ કાશ્મીરના કઠુઆની પાસે મંગળવાર સવારે ભારતીય સેનાનું એક હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયુ છે.
આ હેલિકોપ્ટર કઠુઆના રણજીત સાગર ડેમમાં ક્રેશ થયું છે. ઘટના બાદ NDRF ની ટીમ તૈનાત કરવામાં આવી છે અને બચાવ અભિયાન ચાલી રહ્યું છે.
કઠુઆ જિલ્લાના SSP આરસી કોટવાલના જણાવ્યા અનુસાર, ડાઇવર્સ વતી હવે તળાવમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
જોકે હેલિકોપ્ટરમાં કેટલા લોકો હતા અને કુલ કેટલું નુકસાન થયું છે તેના વિશે હજુ કોઈ માહિતી નથી.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2021ની શરૂઆતમાં પણ જમ્મુમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં હેલિકોપ્ટરમાં બે પાયલોટ હતા અને એકનું મોત થયું હતું.
બાપરે! મહારાષ્ટ્રમાં આટલાં લાઇસન્સ રદ કરવામાં આવશે; જાણો વિગત
