Site icon

ઇન્ડિયન આર્મી સામાન્ય નાગરિકોને ત્રણ વર્ષીય ‘ટૂર ઓફ ડ્યુટી’ આપવાની મંજૂરી આપવાની યોજના બનાવી રહી છે

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Community

13 મે 2020  

અગાઉની પરિસ્થિતિમાં એક મુખ્ય ફેરફાર કરતા ઇન્ડિયન આર્મી ત્રણ વર્ષ માટે 'ટૂર ઓફ ડ્યૂટી' માટે આમ  નાગરીકોને આર્મીમાં જોડાવા દેવાના પ્રસ્તાવ પર વિચારણા કરી રહી છે. આર્મીના સૂત્રોએ જણાવ્યું હતું કે, એક પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી રહી છે, જે અંતગર્ત આમ નાગરીકોને દેશની સેવા કરવા માટે ત્રણ વર્ષની ટૂર ડ્યુટીની મંજૂરી આપવામાં આવશે. આ પ્રસ્તાવ અંગે પૂછવામાં આવતા આર્મીના પ્રવક્તાએ આની પુષ્ટી કરી હતી. આ પ્રસ્તાવ દેશની સર્વશ્રેષ્ઠ પ્રતિભાને પોતાની તરફ આકર્ષિત કરવા માટે આર્મીના પ્રયાસનો એક ભાગ છે અને યુવાનો માટે આને વધુ આકર્ષિત બનાવવા માટે આર્મીના શિર્ષ અધિકારીઓ દ્વારા લઘુ સેવા આયોગની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે. સ્ટેન્ડિંગ કમિટી ઓફ ડિફેન્સ, 2019 ના અહેવાલ મુજબ ભારતીય સૈન્યના ઓફિસર કેડરની ઉણપ આશરે માત્ર 14 ટકા જ રહી છે. અહેવાલમાં સેનામાં 42,253 અધિકારીઓ અને 11.94 લાખ જવાન હતા. ભારતીય નૌકાદળમાં 10,000 અધિકારીઓ 57,310 અને જવાનો હતા. ઉલ્લેખનીય છે કે ભારતીય સેના છેલ્લા કેટલાક વર્ષથી અધિકારીઓની અછતનો સામનો કરી રહી છે, અને ટુંક સમયમાં તે દૂર કરવા માંગે છે. તેના માટે લઘુ સેવા આયોગને પહેલા પાંચ વર્ષની ન્યૂનત્તમ સેવા સાથે શરૂ કરવામાં આવી હતી પરંતુ પછી ને વધુ આકર્ષિત બનાવવા માટે તેને 10 વર્ષ સુધી વધારી દેવામાં વધારી દેવામાં આવી હતી.. 

PACL Scam Refund: PACL કૌભાંડ: લાખો રોકાણકારો માટે આશાનું કિરણ, ED ₹15,582 કરોડની મિલકતો લોઢા સમિતિને સોંપશે
Government’s Digital Strike:સોશિયલ મીડિયા પર સરકારનો કડક સકંજો! નવા IT નિયમો જાહેર, ટેક કંપનીઓની જોહુકમી પર લાગશે બ્રેક.
LPG Crisis India 2026:LPG કટોકટી: સુરત-મુંબઈમાં મજૂરોની હિજરત શરૂ, રાજસ્થાનમાં ઉદ્યોગો પાયમાલ; ગેસ સપ્લાય ખોરવાતા હાહાકાર!
LPG Connection Surrender:શું તમારા વિસ્તારમાં PNG પાઈપલાઈન છે? જો ૩ મહિનામાં કનેક્શન નહીં લો તો LPG સપ્લાય અટકી જશે, જાણો શું છે સરકારનો પ્લાન
Exit mobile version