Site icon

ચીનને જોરદાર ફટકો : સરકારે તેના આટલા ઉત્પાદનો પર લગાવી એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી, આ કારણે ભર્યું મોટું પગલું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Community

શનિવાર 

ભારત સરકારે ચીની પ્રોડક્ટ્‌સના આક્રમણ પર લગામ લગાવવા તેની આયાત પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવી છે. જેમાં સામાન્ય લોકોના રોજીંદા ઉપયોગમાં આવતા કેલ્ક્યુલેટર થી લઈને ઉધોગોના રો મટીરીયલ તરીકે ઉપયોગમાં આવતી વિવિધ પ્રોડક્ટ્‌સ સામેલ છે. 

ભારત સરકારના વેપાર વાણિજ્ય મંત્રાલય દ્વારા કુલ ૯૨ પ્રોડક્ટ્‌સ પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવાઇ હોવાનું જણાવ્યું હતું. લોકસભાનાં પટલ પર આ માહિતી રાખતા કૉમર્સ મીનીસ્ટ્રીના રાજ્યમંત્રી અનુપ્રીયા પટેલએ જણાવ્યું કે ડાયરેક્ટરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ કરાયેલી ભલામણોના આધારે કેમીકલ, પેટ્રોકેમીકલ સહિતની અન્ય ૯૨ પ્રોડક્ટ્‌સ પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવાઇ છે. તપાસ કરતા બહાર આવ્યું કે આમાની મહતમ વસ્તુઓ દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ અને મુંદ્રા પોર્ટમાં રોજીંદા આયાતમાં સ્થાન ધરાવતી પ્રોડક્ટ્‌સ છે. જેના પર એન્ટી ડ્યૂટી લગાવવાથી કે કરમાં વધારો કરવામાં આવતા તેને ચીન દ્વારા દેશમાં ઠલવાતાં સસ્તા સામાનને સ્પીડ બ્રેક લગાવીને સ્થાનિક ઉધોગો માટે ઉભી કરવામાં આવી રહેલી તક ની રીતે જોવામાં આવી રહ્યું છે.

ચીન બાદ હવે આ દેશના વૈજ્ઞાનિકોએ બનાવ્યો નકલી સૂર્ય, જુઓ અદ્ભુત વીડિયો

જે પ્રોડક્ટસની આયાત પર કર વધારાયો છે તેમાં મુખ્યત્વે ચીનથી આવતી વાયર રોડ સ્ટીલ, એલ્યુમીનીયમ રેડીએટર્સ, ફ્લોટ ગ્લાસ, એલ્યુમીનીયમ ફોઈલ, સિરામિક ટેબલવેર, કીચનવેર સહિતની ટોઇલેટ આઈટમ્સ, હાઇડ્રોજન પેરોક્સાઈડ, સ્વિંગ મશીન નીડલ્સ, સોડિયમ નાઈટ્રેટ, એમોનિયમ નાઈટ્રેટ, સોડિયમ ક્લોરેટ, વુડ ફ્લોરીંગ, ફીશીંગ નેટ, ગ્લાસવેર, સિરામિક રોલર્સ, સ્ટીલ વ્હીલ્સ, કોટેડ – અનકોટૅડ ગ્લાસ, ઈવીએ શીટ, એલ્યુમીનીયમ રોડ વ્હિલ્સ, ઈલેટ્રોનીકલ ઈસ્યુલેટર્સ, ડીજીટલ ઑફસેટ પ્રીન્ટીંગ પ્લેટ્‌સ, શીટ ગ્લાસ, ઈલેક્ટ્રોનિક કેલ્યુકેટર્સ, એલ્યુમીનીયમ ફોઇલ્સ, સીમલેસ ટ્યુબ્સ અને પાઈપ્સ, ટ્રીટ કર્યા વીનાનું સીલીકા, ડેકોર પેપર સહિતની કુલ ૯૨ પ્રોડક્ટસનો આમા સમાવેશ થાય છે.

સ્થાનિક માર્કેટમાં ઉપલબ્ધ લોકલ વસ્તુઓ જે ભાવમાં વેચાય છે, તેની સામે તો આંતરરાષ્ટ્રીય માર્કેટથી સસ્તા ભાવમાં આયાત થયેલી પ્રોડક્ટ રખાય તો, પ્રત્યક્ષ રૂપે ભારતીય નિર્માણની પ્રોડક્ટનું નુકશાન થશે અને આયાતી વિદેશી પ્રોડક્ટની માંગ વધશે. આવી પરિસ્થિતિને ટાળવા સ્થાનિક બજારમાં જે પ્રોડક્ટ જે કિંમતમાં વેંચાતી હોય, તેજ ભાવની આસપાસ આયાતી પ્રોડક્ટની કિંમત પહોંચે, જેથી બન્ને વચ્ચે કિંમત આધારિત નહિ, પરંતુ ક્વોલિટી આધારિત તંદુરસ્ત સ્પર્ધા થાય, અને લોકલ ઉધોગોને પણ સંરક્ષણ મળે તે હેતું થી એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવવામાં આવે છે.

 ચીને ભારતીય સીમામાં પોતાની ઘૂસણખોરી અલગ અલગ સમયે ચાલુ રાખવાના બનાવ બનતા રહે છે, ચીનની સતત આડોડાઈએ ગત વર્ષે ત્યારે હદ વટાવી હતી જ્યારે ભારતીય સેના અને ચીની સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું અને ભારતના જાંબાઝ જવાનોએ શહીદી વહોરી હતી. જાેકે, તેની સામે ચીનને વધુ નુકશાન પણ પહોંચાડ્યું હતું. પરંતુ ત્યારબાદથી ભારતના મોટા બજારમાં પોતાના સામાન ઠાલવતા ચીનને જવાબ આપવા આર્ત્મનિભર નો સંદેશ અપાયો હતો, તો તે પહેલા ચીની અપ્લીકેશનો પર પણ પ્રતિબંધ લગાવવાનો ર્નિણય લેવાયો હતો.

Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Vande Mataram: રાષ્ટ્રભક્તિના નિયમોમાં ધરખમ ફેરફાર! ‘વંદે માતરમ’ નું સન્માન કરવું હવે માત્ર નૈતિક નહીં, કાયદેસરની ફરજ બનશે; જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન.
Weather Update: સાવધાન! ભારે પવન અને ગાજવીજ સાથે આવશે કમોસમી વરસાદ; હવામાન વિભાગે આગામી 48 કલાક માટે જારી કરી કડક ચેતવણી.
Exit mobile version