News Continuous Bureau | Mumbai
Indian Navy: ભારતીય નૌકાદળે ચક્રવાત રેમલ પછી વિશ્વસનીય માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત ( HADR ) પ્રતિક્રિયા સ્થાપિત કરવા માટે હાલની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)ને અનુસરીને પ્રારંભિક પગલાં શરૂ કર્યા છે. વાવાઝોડું 26/27 મે 2024ની મધ્યરાત્રિએ દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે. નૌકાદળના મુખ્યાલયમાં સ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે, જેમાં પૂર્વીય નૌકાદળ કમાન્ડના મુખ્યાલય દ્વારા વ્યાપક પ્રારંભિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ચક્રવાત રેમલ ( Cyclone Remal ) , જે તીવ્ર ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના છે, સાગર ટાપુ, પશ્ચિમ બંગાળ ( West Bengal ) અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ટકરાવવાની શક્યતા છે. તેની તૈયારીમાં, ભારતીય નૌકાદળે અસરગ્રસ્ત લોકોની સલામતી અને કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક નિયુક્તિ કરવા માટે એચએડીઆર અને તબીબી પુરવઠાથી સજ્જ બે જહાજો તૈયાર કર્યા છે. આ ઉપરાંત સી કિંગ અને ચેતક હેલિકોપ્ટર્સ ( Chetak Helicopters ) તેમજ ડોર્નિયર એરક્રાફ્ટ સહિત ભારતીય નૌકાદળની ઉડ્ડયન અસ્કયામતો ઝડપી પ્રતિસાદ માટે સ્ટેન્ડબાય પર છે.

Indian Navy Prepares Against Cyclone Remal
આ સમાચાર પણ વાંચો: NDA: વાઈસ એડમિરલ ગુરચરણ સિંહે નેશનલ ડિફેન્સ એકેડમીના કમાન્ડન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો
તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે કોલકાતામાં ઉપકરણોવાળી વિશિષ્ટ ડાઇવિંગ ટીમો ગોઠવવામાં આવી છે. વિશાખાપટ્ટનમમાં જરૂરી ઉપકરણો સાથે વધુ ડાઇવિંગ ટીમો સ્ટેન્ડબાય પર છે, જે જરૂર પડે તો ઝડપી નિયુક્તિ માટે તૈયાર છે. કોલકાતામાં એચએડીઆર અને તબીબી પુરવઠા ( Medical supplies ) સહિત બે પૂર રાહત ટીમો (એફઆરટી)ને એલર્ટ રાખવામાં આવી છે. આ ઉપરાંત વિશાખાપટ્ટનમ અને ચિલ્કાની બે-બે એફઆરટી તૈયાર છે અને ટૂંકી સૂચના પર કાર્યરત થવા માટે સ્ટેન્ડબાય પર છે.
Indian Navy Prepares Against Cyclone Remal
ભારતીય નૌકાદળ સતર્ક છે અને ચક્રવાત ( Cyclone ) રેમલને પગલે તાત્કાલિક અને અસરકારક સહાય પૂરી પાડવા માટે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.