ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 માર્ચ 2021
વ્યાપારી વર્ગ માટે રાહતના સમાચાર છે. દેશી તેલ ને અત્યાર સુધી કેન્દ્ર સરકારના કડક નિયમો માંથી પસાર થવું પડતું હતું. આ ઉપરાંત એફએસએસઆઇ હેઠળ જે માનકદંડ આકાર આપવામાં આવ્યા છે તે અઘરા હોવાને કારણે ઘણી વખત ઘરેલું તેલ તે શ્રેણીમાં ઉત્તીર્ણ થતું ન હતું. આ કારણથી ભારતના વેપારીઓને વિદેશથી તેલ આયાત કરવું પડતું હતું. હવે આ સમસ્યાનો નિવેડો લાવવા સરકારે અમુક શરતો સાથે જટિલ વૈજ્ઞાનિક પ્રક્રિયા માંથી દેશી તેલને બાકાત કર્યું છે.
સરકારના આ નિર્ણયને કારણે વેપારીઓ વચ્ચે ખુશીનો માહોલ છે.