Site icon

Indian Railway : દેશમાં હવે 3 હજાર નવી ટ્રેનો દોડશે, વાર્ષિક 1 હજાર કરોડ મુસાફરોની ક્ષમતા વધારવા પર કામ શરૂ!

Indian Railway : ભારતીય રેલવે હાલ નવિનીકરણના તબક્કામાંથી પસાર થઈ રહી છે. દેશે હાઈ-સ્પીડ ટ્રેનનું સપનું જોયું હતું, જેને સાકાર કરવામાં વંદે ભારત સંપૂર્ણ રીતે સફળ થઈ રહી છે. ટૂંક સમયમાં દેશ બુલેટ ટ્રેનની સફરનો પણ આનંદ માણી શકશે.

3 thousand new trains will run in the country

3 thousand new trains will run in the country

News Continuous Bureau | Mumbai

Indian Railway : ભારતીય રેલવે (Indian railway) હાલ નવિનીકરણના તબક્કામાંથી પસાર થઈ રહી છે. દેશે હાઈ-સ્પીડ ટ્રેન (highspeed train) નું સપનું જોયું હતું, જેને સાકાર કરવામાં વંદે ભારત સંપૂર્ણ રીતે સફળ થઈ રહી છે. ટૂંક સમયમાં દેશ બુલેટ ટ્રેન (Bullet train) ની સફરનો પણ આનંદ માણી શકશે. જો કે, તહેવારો દરમિયાન વધતી મુસાફરી અને ટ્રેન ટિકિટ માટેના ઘસારા જેવી સમસ્યાઓ હજુ પણ યથાવત છે. આ પડકારોને ગંભીરતાથી લેતા ભારતીય રેલવે એક નક્કર યોજના તૈયાર કરી છે, જેથી દરેકને કન્ફર્મ ટિકિટ મળી શકે. આ માટે 5 વર્ષનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન, રેલ નેટવર્ક (Rail Network) માં 3000 નવી ટ્રેનો ઉમેરીને આ પડકારોનો સામનો કરવામાં આવશે.

Join Our WhatsApp Community

વાર્ષિક રીતે 800 કરોડ મુસાફરો કરે છે યાત્રા

રેલવે મંત્રી અશ્વની વૈષ્ણવના જણાવ્યા મુજબ, હાલમાં ભારતીય રેલવે વાર્ષિક 800 કરોડ રેલવે મુસાફરોને સેવા આપે છે. રેલવે વિભાગ આગામી 5 વર્ષમાં વાર્ષિક 1000 કરોડ મુસાફરોની ક્ષમતા વધારવા પર કામ કરી રહ્યું છે. દેશની વસ્તી સતત વધી રહી છે અને રેલવે એ ભારતની જીવાદોરી છે. તેથી અમે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે આપણે 3000 નવી ટ્રેનો દોડાવવી પડશે, જેથી જૂની ટ્રેનો પર દબાણ ન વધે.

આ સમાચાર પણ વાંચો : One District One Product : ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ સ્કીમ શું છે? જાણો આ સરકારી યોજનાથી કેવી રીતે થશે ફાયદો?

69 હજાર નવા કોચ તૈયાર

મળતી માહિતી મુજબ, દેશમાં હાલ 69 હજાર નવા કોચ તૈયાર છે. દર વર્ષે ભારતીય રેલવે 5 હજાર નવા કોચ બનાવે છે. તેમની મદદથી રેલવે દર વર્ષે લગભગ 250 નવી ટ્રેનો શરૂ કરી શકે છે. વંદે ભારત ટ્રેન આમાં સામેલ નથી. રિપોર્ટ અનુસાર, આગામી વર્ષોમાં 400થી 450 વંદે ભારત ટ્રેનો દોડવા લાગશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, રેલવે ટ્રેનોની સ્પીડ અને ટ્રેકને સુધારવા પર પણ કામ કરી રહી છે. વંદે ભારત ટ્રેનોમાં એક્સિલરેશન અને બ્રેકિંગની ટેક્નોલોજી સામાન્ય ટ્રેનો કરતાં ચાર ગણી સારી છે. તેથી અમે મુસાફરીનો સમય ઘટાડવામાં સફળ રહ્યા છીએ. આ નવી ટેક્નોલોજી અન્ય ટ્રેનોમાં પણ લગાવવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version