ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 9 એપ્રિલ 2021
શુક્રવાર
આજ પછી રેલવે સ્ટેશન પર તે લોકોને એન્ટ્રી નહીં આપવામાં આવે જેમની ટિકિટ વેઇટિંગ લિસ્ટ માં છે. વાત એમ છે કે લોકો વેટિંગ લિસ્ટ ટિકિટ મેળવ્યા બાદ ટ્રેનમાં ચડી જાય છે અને સીટ ન મળે તો ઉભા ઉભા પ્રવાસ કરે છે. હાલ આખા દેશમાં કોરોના નું જોખમ છે એટલે રેલવે પ્રશાસને નિર્ણય કર્યો છે કે જે કોઈ વ્યક્તિ ની ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં હશે તેને રેલવે સ્ટેશનના પરિસરમાં એન્ટ્રી નહીં આપવામાં આવે.
જોકે રેલવે પ્રશાસને એટલી છૂટ આપી છે કે જે વ્યક્તિની ટીકીટ છેલ્લી ઘડીએ કન્ફર્મ થઈ હોય તે પોતાનું કન્ફર્મેશન મોબાઈલથી સિક્યુરિટી ગાર્ડને દેખાડી શકે છે. જેના આધારે રેલવે સ્ટેશન પર એન્ટ્રી આપવામાં આવશે. આમ હવે વેઇટિંગ લિસ્ટ વાળા રેલવે સ્ટેશનમાં નહીં કરી શકે.
મુંબઈ શહેરમાં રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ વેચવાનું બંધ થયું.