Site icon News Continuous Bureau | Mumbai

Indian Railway : વિકાસ અને હરિત ભવિષ્ય તરફ અગ્રેસર ભારતીય રેલવે -અશ્વિની વૈષ્ણવ

Indian Railway :માલ અને મુસાફરોના પરિવહનને રોડ થી રેલ પરિવહન તરફ ખસેડી રહ્યા છીએ. સાથે જ, સ્વચ્છ ઊર્જાનો ઉપયોગ વધારી રહ્યા છીએ. આનાથી ભારતના અર્થતંત્રને ડીકાર્બોનાઇઝ કરવામાં મદદ મળી રહી છે.

Indian Railway Indian Railways moving towards development and a green future - Ashwini Vaishnav

Indian Railway Indian Railways moving towards development and a green future - Ashwini Vaishnav

News Continuous Bureau | Mumbai

Indian Railway :જ્યારે પણ તમે રસ્તા કે અન્ય સાધનો ને બદલે ટ્રેન થી મુસાફરી કરો છો, તો તમે ફક્ત સુવિધા જ નહીં, પરંતુ એક સ્વચ્છ અને હરિત ભારત પસંદ કરો છો. ગયા વર્ષે 700 કરોડથી વધુ મુસાફરોએ ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરી હતી. તે આપણી જીવનરેખા છે અને આવતીકાલ માટે એક હરિત સંકલ્પ પણ છે.

Join Our WhatsApp Channel

ભારતીય રેલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પંચામૃત લક્ષ્ય – 2070 સુધીમાં શૂન્ય ઉત્સર્જન (નેટ જીરો ) માં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે. અમે માલ અને મુસાફરોના પરિવહનને રોડ થી રેલ પરિવહન તરફ ખસેડી રહ્યા છીએ. સાથે જ, સ્વચ્છ ઊર્જાનો ઉપયોગ વધારી રહ્યા છીએ. આનાથી ભારતના અર્થતંત્રને ડીકાર્બોનાઇઝ કરવામાં મદદ મળી રહી છે.

Indian Railway : રોડથી રેલ તરફ

2013-14 માં ભારતીય રેલવેએ લગભગ 1,055 મિલિયન ટન માલનું વહન કર્યું હતું. 2024-25 માં તે વધીને1,617 મિલિયન ટન થઈ ગયું છે. જેથી આપણે વિશ્વની બીજી સૌથી મોટી માલવાહક રેલવે બની ગયા છે. રોડને બદલે રેલ દ્વારા માલસામાનનું પરિવહન કરીને, અત્યાર સુધીમાં 143 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન અટકાવવામાં આવ્યું છે. આ 121 કરોડ વૃક્ષો વાવવા બરાબર છે.

રેલ દ્વારા માલ પરિવહન રોડ માર્ગ કરતા સસ્તું છે. આનાથી છેલ્લા 10 વર્ષમાં દેશને 3.2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. રેલ ટ્રકો કરતા 90% ઓછો કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન કરે છે. આનાથી હવા સ્વચ્છ રહે છે. 2,857 કરોડ લિટર ડીઝલ પણ બચ્યું છે, જે લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત બરાબર છે.

Indian Railway : વિદ્યુતીકરણ દ્વારા આત્મનિર્ભરતા

ભારત વધુ માત્રામાં તેલ આયાત કરે છે. આવી સ્થિતિમાં,રેલવે નું વિદ્યુતીકરણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. 2014 પહેલાના 60 વર્ષોમાં, 21,000 કિલોમીટર રેલ્વે લાઇનનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા 11 વર્ષોમાં, આપણે 47,000 કિલોમીટર રેલવે લાઇનનું વિદ્યુતીકરણ કર્યું છે. અત્યાર સુધીમાં, 99% બ્રોડગેજ નેટવર્કનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : World Environment Day : સ્વચ્છ અને હરિયાળી શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રીએ દિલ્હીમાં ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી

રેલવે હવે સ્ટેશનો, વર્કશોપ અને ટ્રેનો માટે પણ ગ્રીન એનર્જીનો ઉપયોગ થઈ રહ્યો છે. અમે રાજ્યો સાથે મળીને ટ્રેનો ને ગ્રીન એનર્જી થી ચલાવવા માટે કામ કરી રહ્યા છીએ.

Indian Railway : માલ પરિવહનનું નવું મોડેલ

ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC) પણ સંપૂર્ણપણે વીજળીકૃત છે. આ કોરિડોર ફક્ત માલ પરિવહન માટે બનાવવામાં આવ્યા છે. હાલમાં 2,741 કિમી લાંબા ફ્રેઇટ કોરિડોર કાર્યરત છે. આનાથી રસ્તાઓ પર ભીડ ઓછી થઈ છે, ડીઝલનો વપરાશ ઓછો થયો છે અને કાર્બન ઉત્સર્જન પણ ઓછું થયું છે. ભારત હવે હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનોને પણ અપનાવવા જઈ રહ્યું છે. પહેલી ટ્રેન હરિયાણામાં જીંદ અને સોનીપત વચ્ચે દોડશે. તે વિશ્વની સૌથી લાંબી અને સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેન હશે.

Indian Railway : અર્થતંત્ર અને પર્યાવરણ

ભારતે બતાવ્યું છે કે આર્થિક વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ એકસાથે શક્ય છે. 2023 ના વર્લ્ડ બેંક લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારત નું સ્થાન 139 દેશોમાંથી 38મા ક્રમે છે. 2014 ની તુલનામાં આ 16 સ્થાન ઉપર છે. રેલવેના વિદ્યુતીકરણ થી પ્રદૂષણ અને ખર્ચ બંનેમાં ઘટાડો થયો છે. ઉપરાંત, લોજિસ્ટિક્સની ક્ષમતા અને ગતિ બંનેમાં વધારો થયો છે.

Indian Railway : 2030 સુધીમાં નેટ-શૂન્ય ઉત્સર્જન

વડાપ્રધાન મોદીએ રેલવે માટે 2030 સુધીમાં નેટ શૂન્યનું લક્ષ્ય રાખ્યું છે. ઝડપ થી થઈ રહેલા વિદ્યુતીકરણ અને રોડથી રેલ ટ્રાફિકમાં પરિવર્તન સાથે, ભારતીય રેલવે 2025 સુધીમાં જ સ્કોપ 1 નેટ શૂન્ય નું લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે. આ વિશ્વ પર્યાવરણ દિવસ પર, ભારતીય રેલ સતત વિકાસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને દોહરાવે છે. દરેક ટ્રેકનું વિદ્યુતીકરણ,દરેક સોલાર પેનલ ઇન્સ્ટોલ અને દરેક કન્ટેનર રસ્તા પરથી દૂર કરવું એ આપણા દેશ અને પર્યાવરણના ઉજ્જવળ ભવિષ્ય તરફ એક પગલું છે.

– લેખક ભારત સરકાર માં કેન્દ્રીય રેલ, ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના ટેકનોલોજી તથા સૂચના અને પ્રસારણ મંત્રી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Jantar Mantar Protest| દિલ્હીમાં મોટો હોબાળો? કૉકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનને મળી પરમિશન; સોનમ વાંગચુકના જોડાવાથી રાજકારણ ગરમ
IMD Monsoon Update 2026। મેઘરાજાની તોફાની બેટિંગ માટે થઈ જાઓ તૈયાર! હવામાન વિભાગની મોટી આગાહીથી ચિંતા અને રાહત બંને
NEET Paper Leak Protest|કૉકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીપક દિલ્હી પહોંચ્યા, આપ્યું મોટું નિવેદન
Khan Sir Patna Arrest| હજારો વિદ્યાર્થીઓની જીદ આગળ આખરે ઝૂકવું પડ્યું પોલીસને! ખાન સરના કોચિંગ ક્લાસ બહાર શું થયું હતું?
Exit mobile version