Site icon News Continuous Bureau | Mumbai

Indian Railways ભારતીય રેલવેની મોટી ભેટ; દેશમાં 7 નવા બુલેટ ટ્રેન કોરિડોરને મંજૂરી, આ રાજ્ય ને મળશે 200 થી વધુ નવી ટ્રેનો

Indian Railways નવી હાઈસ્પીડ કનેક્ટિવિટીથી મુસાફરીનો સમય ઘટશે; દિલ્હીપટના માત્ર 4 કલાક 41 મિનિટમાં

Indian Railways ભારતીય રેલવેની મોટી ભેટ; દેશમાં 7 નવા બુલેટ ટ્રેન કોરિડોરને મંજૂરી, આ રાજ્ય ને મળશે 200 થી વધુ નવી ટ્રેનો

Indian Railways ભારતીય રેલવેની મોટી ભેટ; દેશમાં 7 નવા બુલેટ ટ્રેન કોરિડોરને મંજૂરી, આ રાજ્ય ને મળશે 200 થી વધુ નવી ટ્રેનો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Indian Railways ભારતના હાઈસ્પીડ રેલ નેટવર્કને મોટો વેગ મળ્યો છે. કેન્દ્ર સરકારે દેશભરમાં 7 નવા બુલેટ ટ્રેન કોરિડોરને મંજૂરી આપી છે, જે મુસાફરીના સમયમાં ધરખમ ઘટાડો કરશે. રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રોજેક્ટ્સની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આનાથી દેશના મુખ્ય શહેરો વચ્ચેનું અંતર હવે ગણતરીના કલાકોમાં કાપી શકાશે.

Indian Railways: કયા હશે નવા 7 બુલેટ ટ્રેન કોરિડોર?

સરકાર દ્વારા મંજૂર કરાયેલા નવા રૂટ અને અંદાજિત સમય નીચે મુજબ છે:
મુંબઈ-પુણે: 48 મિનિટ
બેંગલુરુ-ચેન્નાઈ: 1 કલાક 13 મિનિટ
બેંગલુરુ–હૈદરાબાદ: 2 કલાક 10 મિનિટ
પુણે-હૈદરાબાદ: 2 કલાક 8 મિનિટ
દિલ્હી-લખનૌ: 2 કલાક
દિલ્હી-વારાણસી: 3 કલાક 15 મિનિટ
દિલ્હી-સિલીગુડી: 6 કલાક

Indian Railways: બિહારમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો કાયાપલટ

બિહારને લઈને રેલમંત્રીએ મોટી જાહેરાત કરી છે. આગામી 7 થી 8 વર્ષમાં રાજ્યને 200 થી વધુ નવી ટ્રેનો મળશે. હાલમાં બિહારમાં 1.15 લાખ કરોડ રૂપિયાથી વધુના રેલવે પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત, દિલ્હી-વારાણસી-પટના બુલેટ ટ્રેન કોરિડોરને પણ મંજૂરી આપવામાં આવી છે, જેનાથી પટનાથી દિલ્હીની મુસાફરી માત્ર 4 કલાક 41 મિનિટમાં શક્ય બનશે. ભવિષ્યમાં આ લાઈનનું સિલીગુડી સુધી વિસ્તરણ કરવામાં આવશે.

Indian Railways: મુંબઈ-અમદાવાદ પ્રોજેક્ટ અને આધુનિક યુગની શરૂઆત

ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ (508 કિમી) પર કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે, જેમાં જાપાનની ટેકનિકલ અને આર્થિક મદદ લેવામાં આવી રહી છે. જાપાનની સુપ્રસિદ્ધ ‘શિન્કાન્સેન’ ટેકનોલોજી ભારતની હાઈ-સ્પીડ રેલવેની પાયાની ઈંટ બનશે. આ નવા કોરિડોરથી દેશમાં સુરક્ષિત, ઝડપી અને અત્યાધુનિક રેલ મુસાફરીના નવા યુગની શરૂઆત થશે, જે આર્થિક અને સામાજિક વિકાસને નવી ગતિ આપશે.

👉 આ સમાચાર વાચો:
Longest Day of the Year 2026 ૨૧ જૂન ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ, જાણો શું છે તેની પાછળનું ખગોળીય કારણ.

PM Modi Calls Sharad Pawar નરેન્દ્ર મોદીએ શરદ પવારને ફોન કરી તબિયતના ખબરઅંતર પૂછ્યા હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પીએમ મોદીએ આપી આ સલાહ!
Nirmala Sitharaman Smriti Irani Rahul Gandhi Debate રાહુલ ગાંધીએ પીએમ મોદીને ડિબેટનો પડકાર ફેંકતાં નિર્મલા સીતારમણ અને સ્મૃતિ ઈરાનીનો વળતો પ્રહાર ‘સંસદમાં જવાબો સાંભળવા…
Separate Railway Station For Bullet Train બુલેટ ટ્રેન માટે ઉત્તર પ્રદેશના શહેરોમાં બનશે અલગ રેલવે સ્ટેશન હાઈસ્પીડ ટ્રેનો માટે આધુનિક સ્ટેશનો તૈયાર કરવાની રેલવેની મોટી યોજના
Kiren Rijiju Slams Rahul Gandhi રાહુલ ગાંધીના ‘વિદેશી મદદ’વાળા નિવેદન પર કિરેન રિજિજુનો પલટવાર ‘કોંગ્રેસ નેતા દેશના દુશ્મનોનો એજન્ડા આગળ વધારી રહ્યા છે’
Exit mobile version