ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
14 મે 2020
ભારતીય રેલ્વેએ જાહેરાત કરી છે કે 30 જૂન અથવા તે પહેલાં મુસાફરી કરવા માટે ઓનલાઈન બુક કરાવેલ તમામ ટિકિટ રદ કરવામાં આવશે અને રેલવે રદ કરાયેલ ટ્રેનોની ટિકિટ બુક કરાવનારા તમામ મુસાફરોને પૈસા પરત આપશે, એમ પણ એક અહેવાલમાં જણાવાયું છે. કોરોના વાયરસથી ચાલતા લોકડાઉનને કારણે દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા લાખો મજૂરો હાલ સ્થળાંતર કરી રહયા છે. અને બસ ક ટ્રેન ના મળવાને કારણે આ લોકો રોડ-રસ્તાઓ પર પગપાળા ચાલી નીકળ્યા છે અને વિવિધ અકસ્માતમાં લોકો જીવ ગુમાવી રહયા છે. આથી આ લોકોને પ્રાથમિકતા આપી સરકાર હાલ મોટી સંખ્યામાં શ્રમિક ટ્રેનો દોડાવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે..
