Site icon News Continuous Bureau | Mumbai

Indian Railways: ભારતીય રેલ્વેનો ‘મેગા’ રેકોર્ડ: ૨૦૨૫માં તહેવારો અને રજાઓ દરમિયાન રેકોર્ડબ્રેક ટ્રેનો દોડાવી ઈતિહાસ રચ્યો..

મહાકુંભથી લઈને છઠ પૂજા સુધી મુસાફરોને મળી મોટી રાહત; રેલ્વેએ ભીડને પહોંચી વળવા પાછલા વર્ષોના તમામ રેકોર્ડ તોડ્યા.

Indian Railways ભારતીય રેલ્વેનો 'મેગા' રેકોર્ડ ૨૦૨૫માં તહેવારો અને રજાઓ

Indian Railways ભારતીય રેલ્વેનો 'મેગા' રેકોર્ડ ૨૦૨૫માં તહેવારો અને રજાઓ

News Continuous Bureau | Mumbai

Indian Railways ભારતમાં તહેવારો અને ધાર્મિક પ્રસંગોએ કરોડો લોકો મુસાફરી કરતા હોય છે. આ ભારે ભીડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ વર્ષ 2025માં એક મોટો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. રેલ્વે મંત્રાલયના જણાવ્યા મુજબ, સમગ્ર વર્ષ દરમિયાન દેશભરમાં 43,000 થી વધુ સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેનાથી મુસાફરોની મુસાફરી સુરક્ષિત અને સરળ બની શકી છે.

Join Our WhatsApp Channel

મહાકુંભ 2025: રેલ્વેનું સૌથી મોટું ઓપરેશન

વર્ષ 2025માં રેલ્વે માટે સૌથી મોટો પડકાર મહાકુંભનો હતો. 13 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન પ્રયાગરાજ ખાતે આયોજિત મહાકુંભ માટે રેલ્વેએ સૌથી વધુ 17,340 સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સ ચલાવી હતી. આ ટ્રેનો દ્વારા કરોડો શ્રદ્ધાળુઓને કોઈપણ અડચણ વગર મહાકુંભ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

હોળી અને ઉનાળુ વેકેશનમાં રાહત

હોળીના તહેવાર દરમિયાન માર્ચ મહિનામાં 1,144 સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી, જે ગત વર્ષ કરતા લગભગ બમણી હતી. આ ઉપરાંત, એપ્રિલથી જૂન સુધીના ઉનાળાના વેકેશન દરમિયાન રેલ્વેએ 12,417 સમર સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સ નું સંચાલન કર્યું હતું, જેથી રજાઓમાં ફરવા જતા પરિવારોને ટિકિટની સમસ્યા ન નડે.

આ સમાચાર પણ વાંચો : Gujarati Sahitya: મૃત્યુઃ જીવનના સિક્કાની બીજી બાજુ.

છઠ પૂજામાં રેકોર્ડબ્રેક વધારો

યુપી અને બિહારના સૌથી મોટા તહેવાર છઠ પૂજા માટે રેલ્વેએ ખાસ તૈયારી કરી હતી. ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન 12,383 સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સ ચલાવવામાં આવી હતી. રેલ્વે મંત્રાલયના જણાવ્યા મુજબ, આ પગલાં મુસાફરોને બહેતર કનેક્ટિવિટી આપવાની દિશામાં રેલ્વેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Parliamentary Standing Committees સંસદીય સમિતિઓની પુનઃરચના શશિ થરૂરને ફરી મોટી જવાબદારી, કીર્તિ આઝાદને મોટો ઝટકો; જાણો જેડીયુના ફાળે શું આવ્યું?
Rahul Gandhi Satyagrah Platform જનઆંદોલનને મળશે ડિજિટલ તાકાત રાહુલ ગાંધીએ શરૂ કર્યું ‘સત્યાગ્રહ’ પોર્ટલ, સામાન્ય નાગરિકો સીધા ઉઠાવી શકશે અવાજ
Another EC Official Controversy ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ફરી સવાલ જ્ઞાનેશ કુમાર બાદ વધુ એક ઉચ્ચ અધિકારી સામે પક્ષપાત અને નિયમભંગના આક્ષેપ..
India Renames 28 Locations In Ladakh ચીનની નામ બદલવાની ચાલ સામે ભારતનો વળતો પ્રહાર, લદ્દાખ ક્ષેત્રના ૨૮ સ્થળોના નવા ઐતિહાસિક નામો જાહેર..
Exit mobile version