Site icon News Continuous Bureau | Mumbai

Indian Spice Exports ચીનની ચાલબાજી અને યુધ્ધની અસરથી મસાલાની નિકાસ રૂંધાઇ

Indian Spice Exports ચીનની નિકાસ રણનીતિ, અખાતી દેશોમાં યુદ્ધ અને વધતા પરિવહન ખર્ચના કારણે ભારતની પરંપરાગત મસાલાની નિકાસમાં ૬ ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે.

ચીનની ચાલબાજી અને યુધ્ધની અસરથી મસાલાની નિકાસ રૂંધાઇ

ચીનની ચાલબાજી અને યુધ્ધની અસરથી મસાલાની નિકાસ રૂંધાઇ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Indian Spice Exports કહેવાય છે કે પાઘડીનો વળ છેડે આવે..! જો કે મસાલાનાં કરોબારમાં તો હજુ છેડો પણ આવ્યો નથી અને વળ આવી ગયા છે. અર્થશાસ્ત્રનો નિયમ છે કે યુધ્ધ કે હોનારત પુરા થયા બાદ જ મંદીનું સાચું અને બિહામણું ચિત્ર દેખાતું હોય છે. પરંતુ ભારતના મસાલાના કારોબારમાં મંદીનું ચિત્ર દેખાવા માંડ્યુ છે અને અખાતીયુધ્ધ હજુ પુરૂં થયુ નથી ત્યાં રશિયા અને યુક્રેન વચ્ચે ફરી ભિષણ જંગ શરૂ થઇ ગયો છે.

વિતેલા નાણાકિય વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૨૫૨૬ માં અમેરિકાના ટેરિફ, જીરાના વૈશ્વિક વેપારમાં ચીનની ચોંકાવનારી રણનીતિ તથા બાકી હોય તો બરાબર મસાલાની સિઝનના સમયે જ હોર્મુઝની ખાડી ઉપર અગનગોળા ફેંકાતા વર્ષના અંતે ભારતની મસાલાની નિકાસમાં છ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને ભારતનાં મરચાં, જીરૂ તથા હળદર જેવા પરંપરાગત અને મસાલાની નિકાસના મુખ્ય ઘટકોની મિકાસમાં જ ઘટાડો જોવા મળ્યો છે. જો કે એલચી,આમલી આદુ તથા ધાણાની નિકાસમાં વધારો જોવા મળ્યો છે પરંતુ પરંપરાગત મસાલાની નિકાસ સામે આ બધા મસાલાના આંકડા અને વપરાશ બહુ ઓછા હોવાથી નિકાસનો કુલ આંકડો ઘટીને ૪.૪૩ અબજ ડોલરે સિમીત રહી ગયો છે. જે અગાઉના વર્ષે ૪.૭૨ અબજ ડોલર નોંધાયો હતો. વજનમાં જોઇએ તો ભારતની નિકાસ ચાર ટકા જેટલી ઘટીને ૧૭.૩૪ લાખ ટન થઇ છે. જે અગાઉના વર્ષે ૧૭.૯૯ લાખ ટન નોંધાઇ હતી.

આમ તો ગત સિઝનનાં અંતે અને નવી સિઝન શરૂ થઇ ત્યારે ચીનની ચીલી ગૅમના કારણે ભારતીય નિકાસકારોને ખબર પડી ગઇ હતી કે આ વખતે મરચાની નિકાસને જોરદાર ફટકો પડશે. ભારતની આખા મરચાંની કુલ નિકાસ માંથી ૭૫ ટકા જેટલો હસ્સો ચીનમાં જાય છે. એમ તો ચીન પણ મરચાનું ઉત્પાદન કરે છે પરંતુ ચીનનું મરચું ભારત જેટલું તીખું ન હોવાથી તે ભારતમાંથી આયાત પણ કરે છે. વિતેલા ચોમાસામાં ભારતમાં મરચાનું ઉત્પાદન ઘટવાના સંકેત મળતા ચીને મોટા પાયે ખરીદી કરીને ભારતીય મરચાનો સ્ટોક કરી લીધો હતો તેથી આ વખતે ભાવ વધ્યા ત્યારે ચીનની ખરીદી ઓછી થઇ ગઇ હતી.પરિણામે ભારતની મરચાંની નિકાસમ ૧૨ ટકા ઘટીને ૧.૧૭ અબજ ડોલર રહી ગઇ હતી.

Indian Spice Exports : જીરાનાં નિકાસના કારોબાર ૨૮ ટકા ઘટીને ૫૨૪૨ લાખ ડોલર થયા

આવી જ રીતે જીરાનાં નિકાસના કારોબાર ૨૮ ટકા ઘટીને ૫૨૪૨ લાખ ડોલર થયા છે. જ્યારે વજનમાં જોઇએ તો શિપમેન્ટ ૧૪ ટકા ઘટી ને ૧.૯૬ લાખ ટન નોંધાયા છે. જીરામાં ખાસ કરીને ભર સિઝને ચીનની વેચવાલી નિકળતા ભારતને નીચા ભાવે નિકાસના સોદા કરવા પડ્યા હતા. જેના કારણે વિદેશી હુંડિયામણ ઘટી ગયું છે.

Indian Spice Exports : હળદરની નિકાસમાં પણ ઘટાડો

પરંપરાગત રીતે ભારત હળદરના ઉત્પાદનઅને નિકાસમાં વિશ્વમાં ટોચના સ્થાને રહે છે પરંતુ વિતેલા નાણાકિય વર્ષમાં હળદરની નિકાસમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. આજ રીતે ઓલિયોરેઝિન્સ, તથા વિવિધ મસાળાના તેલોની નિકાસમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

👉 આ સમાચાર વાચો:
AI India economy AI બદલશે ભારતનું નસીબ! અંબાણીએ કરી ૩૦ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની ભવિષ્યવાણી.

Congress Reaction On Dharmendra Pradhan Resignation ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની તીખી પ્રતિક્રિયા ખડગેએ કહ્યું આ અહંકારની હાર, પવન ખેડાએ ગણાવ્યું મોડું પગલું
Dharmendra Pradhan Resignation Letter To PM Modi ધર્મેન્દ્ર પ્રધાને વડાપ્રધાન મોદીને મોકલેલા રાજીનામા પત્રમાં શું કહ્યું? પદ છોડવા પાછળના કારણોનો ખુલાસો
Post Pradhan Resignation Political Scenario ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું હવે આગળ શું? કેન્દ્ર સરકાર સામે નવા પડકારો અને રાજકીય સમીકરણોની સમીક્ષા
Sonam Wangchuk Reacts to Dharmendra Pradhan Resignation સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને ગણાવ્યો લોકશાહીની જીત કહ્યું, આ જનઆંદોલનનું પરિણામ છે
Exit mobile version