ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 02, માર્ચ 2022,
બુધવાર.
રશિયા યુક્રેન યુદ્ધમાં હવે ભારતીયોનો ભોગ લેવાનું શરૂ થયું છે.
યુક્રેન યુદ્ધમાં હવે પંજાબના રહેવાસી યુવાનનું મોત થયું છે.
જોકે યુવાનનું મોત યુક્રેન યુદ્ધમાં થયું નથી પરંતુ બીમારીને કારણે થયું છે.
યુવાનને આજે બ્રેન સ્ટ્રોક આવ્યો હતો જે પછી તેને સારવાર માટે યુક્રેનની વિનીત્સિયા મેડિકલ યુનિવર્સિટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
સારવાર દરમિયાન જ યુવાનનું મોત નીપજ્યું હતું.
અગાઉ મંગળવારે કર્ણાટકના રહેવાસી નવીનનું ખારકીવમાં શૂટઆઉટ દરમિયાન મોત થયું હતું.