News Continuous Bureau | Mumbai
Indian Telecom Sector: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ( TRAI ) દ્વારા બહાર પાડવામાં આવેલા વાર્ષિક અહેવાલમાં પ્રકાશિત થયા મુજબ, નાણાકીય વર્ષ 2023-2024 દરમિયાન ભારતીય ટેલિકોમ ક્ષેત્રે નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.
અહેવાલમાં વિવિધ સેવાઓમાં વૃદ્ધિના નોંધપાત્ર વલણો અને મુખ્ય પરિમાણો પ્રકાશિત કરવામાં આવ્યા છે. સર્વિસ પ્રોવાઇડર્સ ( Service providers ) દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ દર્શાવે છે કે ભારતમાં એકંદરે ટેલિ-ડેન્સિટી માર્ચ 2023 ના અંતમાં 84.51 ટકાથી વધીને માર્ચ 2024 ના અંતે 85.69% થઈ છે, જે વાર્ષિક 1.39%ના વૃદ્ધિ દરે છે.
Indian Telecom Sector: આ અહેવાલના મુખ્ય તારણોઃ
કુલ ઇન્ટરનેટ ગ્રાહકોમાં ઉછાળો: ઇન્ટરનેટ ગ્રાહકોની ( Internet consumers ) કુલ સંખ્યા માર્ચ 2023ના અંતે 88.1 કરોડથી વધીને માર્ચ 2024 ના અંતમાં 95.4 કરોડ થઈ ગઈ છે, જેમાં વાર્ષિક વૃદ્ધિ દર 8.30% છે, જેના પગલે છેલ્લા એક વર્ષમાં 7.3 કરોડ ઇન્ટરનેટ ગ્રાહકોનો ઉમેરો થયો છે.
બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સનું ( Broadband Subscribers ) વર્ચસ્વ: બ્રોડબેન્ડ સેવાઓએ તેમનો ઉપરનો માર્ગ જાળવી રાખ્યો છે, માર્ચ 2023માં બ્રોડબેન્ડ ગ્રાહકોની સંખ્યા 84.6 કરોડથી વધીને માર્ચ 2024માં 92.4 કરોડ થઈ ગઈ છે. 7.8 કરોડ બ્રોડબેન્ડ ગ્રાહકોના જંગી ઉમેરા સાથે 9.15 ટકાનો આ મજબૂત વૃદ્ધિ દર હાઈ-સ્પીડ કનેક્ટિવિટીના મહત્ત્વને રેખાંકિત કરે છે.
એક્સપોનેન્શિયલ ડેટા કન્ઝમ્પશન ( Exponential data consumption ) : વાયરલેસ ડેટા ગ્રાહકોની સંખ્યા માર્ચ 2023ના અંતમાં 84.6 કરોડથી વધીને માર્ચ 2024ના અંતમાં 91.3 કરોડ થઈ ગઈ છે, જેમાં વાર્ષિક વૃદ્ધિ દર 7.93% છે. વધુમાં, વાયરલેસ ડેટાના વપરાશનું કુલ વોલ્યુમ વર્ષ 2022-23 દરમિયાન 1,60,054 પીબીથી વધીને વર્ષ 2023-24 દરમિયાન 21.69 ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે 1,94,774 પીબી થયું છે.
આ સમાચાર પણ વાંચોઃ TRAI : મેસેજિંગ સેવાઓના દુરુપયોગને રોકવા ટ્રાઇએ એક્સેસ સર્વિસ પ્રોવાઇડર્સને જારી કર્યા દિશાનિર્દેશો
ટેલી ડેન્સિટીમાં વધારો: ભારતમાં ટેલિફોન ગ્રાહકોની સંખ્યા માર્ચ 2023ના અંતમાં 117.2 કરોડથી વધીને માર્ચ 2024ના અંતે 119.9 કરોડ થઈ ગઈ છે, જે 2.30%નો વાર્ષિક વિકાસ દર નોંધાવે છે. ભારતમાં એકંદરે ટેલિ-ડેન્સિટી માર્ચ 2023ના અંતે 84.51 ટકાથી વધીને માર્ચ 2024ના અંતે 85.69 ટકા થઈ હતી, જે વાર્ષિક 1.39 ટકાના વૃદ્ધિ દરે હતી.
દર મહિને ગ્રાહક દીઠ વપરાશની સરેરાશ મિનિટ્સ (એમઓયુ) વર્ષ 2022-23 દરમિયાન 919થી વધીને 2023-24માં 963 થઈ ગઈ છે, જેમાં વાર્ષિક વૃદ્ધિ દર 4.73% છે.
એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) પણ વર્ષ 2022-23માં રૂ.2,49,908 કરોડથી વધીને વર્ષ 2023-24માં રૂ.2,70,504 કરોડ થઈ હતી અને વાર્ષિક વૃદ્ધિ દર 8.24 ટકા હતો.
આ અહેવાલમાં નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતમાં ટેલિકોમ સેવાઓ માટે મુખ્ય માપદંડો અને વૃદ્ધિના વલણો રજૂ કરતી વખતે, ટેલિકોમ સેવાઓ પર વ્યાપક પરિપ્રેક્ષ્ય પણ પ્રદાન કરવામાં આવ્યું છે અને વિવિધ હિતધારકો, સંશોધન એજન્સીઓ અને વિશ્લેષકો માટે સંદર્ભ દસ્તાવેજ તરીકે સેવા આપવામાં આવી છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
