Defense news: ભારતીય સૈનિકોએ બોર્ડર પર ચીની સૈનિકોને દંડાથી પીટાઈ કરી નાખી, રીતસરના ભગાડી મૂક્યા. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો.

Indian troops threshes chinese troops at border

Defense news: ભારતીય સૈનિકોએ બોર્ડર પર ચીની સૈનિકોને દંડાથી પીટાઈ કરી નાખી, રીતસરના ભગાડી મૂક્યા. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો.

હાલ સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો કઈ તારીખ નો છે તેમજ કયા વિસ્તારનો છે તે અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ આ વીડિયોમાં ભારતીય સૈનિકો (Indian army) અને ચીનના સૈનિકો (Border) આમને-સામને છે.

 વીડિયોમાં શું દેખાય છે?

વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે પર્વતીય વિસ્તારમાં ભારતીય ચોકી ની પાસે ચીનના સૈનિકો આવી રહ્યા છે. ત્યારે ભારતીય કંપની ત્યાં પહોંચી જાય છે અને કાંટાળી વાળથી તેઓ ચીનના સૈનિકો ને ઘેરી લે છે અને ત્યારબાદ દંડાથી તેઓની પીટાઈ કરવા માંડે છે. આ ધુલાઈ એટલી જોરદાર હોય છે કે થોડીવાર ઊભા રહ્યા પછી ચીની સૈનિકો ભાગવા માંડે છે.

આ સમાચાર પણ વાંચો: Cyclone News : અરબી સમુદ્રમાં વાવાઝોડાના સંકેત, દરિયાકાંઠે ખતરો?

તેઓ જ્યારે દૂર પહોંચી જાય છે ત્યારે ભારતના અમુક સૈનિકો તેમના પર પથ્થરમારો શરૂ કરે છે. જોકે ભારતના ઉચ્ચ અધિકારી તે જગ્યાએ જઈ અને જવાનોને રોકે છે અને કહે છે કે હવે તેઓ જતા રહ્યા છે કશું કરવાની જરૂર નથી.

એવું માનવામાં આવે છે કે આ વિડીયો ચૌદ હજાર ફૂટની ઊંચાઈ પર છે. જ્યાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સામનો થયો હતો.

Exit mobile version