Site icon

અરે વાહ! હવેથી વ્હૉટ્સઍપ પર પણ વેક્સિનેશન માટેનો સ્લોટ બુક કરી શકાશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
દેશમાં હવે વ્હૉટ્સઍપ પર પણ વેક્સિન માટેનો સ્લોટ બુક કરવાની સગવડ ઉપલબ્ધ કરવામાં આવી છે. વ્હૉટ્સઍપ પર નજીકનું વેક્સિનેશન સેન્ટર શોધીને એના પર રસી માટેનો સમય બુક કરી શકાશે. અત્યાર સુધી કોવિન ઍપ અને આરોગ્ય સેતુથી જ વેક્સિન માટે સ્લોટ બુક કરી શકાતો હતો. MyGov કોરોના હેલ્પ ડેસ્કના મુજબ વ્હૉટ્સઍપ પર સરળતાથી સ્લોટ બુક કરી શકાશે છે. માત્ર  વ્હૉટ્સઍપ નંબર 9013151515 પર બુક સ્લોટ ટાઇપ કરવાનું રહેશે. SMS પર OTP નંબર આવશે. વ્હૉટ્સઍપના માધ્યમથી તારીખ, સ્થળ અને આધાર, પિનકોડ તેમ જ કઈ વેક્સિન જોઈએ છે એની માહિતી અપલોડ કરવાની રહેશે, તરત એના પર સ્લોટ આવી જશે. વેક્સિન માટે સમય બુક કરવાની સાથે જ વેક્સિનેશન સર્ટિફિકેટ પણ હવે વ્હૉટ્સઍપ પર મેળવી શકાશે. એ માટે વ્હૉટ્સઍપ નંબર પર કોવિડ સર્ટિફિકેટ ટાઇપ કરીને મોકલવાનું રહેશે. OTP નંબર આવશે. ત્યાર બાદ તરત સર્ટિફિકેટ આવશે. જેને ડાઉનલોડ કરી લેવાનું રહેશે.

વેક્સિનના બંને ડોઝ લેનારી વ્યક્તિ જ ગણેશવિસર્જનમાં ભાગ લઈ શકશે, મુંબઈ મનપાએ બહાર પાડી ગણેશોત્સવને લઈને નવી નિયમાવલી; જાણો વિગત
 

Join Our WhatsApp Community
Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version