Site icon News Continuous Bureau | Mumbai

India’s Energy Shift: ઉર્જા ક્ષેત્રે ભારત આત્મનિર્ભર! હોર્મુઝના રસ્તા વગર પણ રશિયા અને આર્જેન્ટિના પુરૂ પાડશે ઈંધણ, જાણો પીએમ મોદીનો ‘પ્લાન B’.

India’s Energy Shift: ઈરાન યુદ્ધના કારણે ઉર્જા સંકટ ઘેરાયું: હોર્મુઝ સ્ટેટ બંધ થતા ભારતે શોધ્યા નવા વિકલ્પો; રશિયા સાથે ઉર્જા સમજૂતી અંતિમ તબક્કામાં, આર્જેન્ટિનાએ પણ સપ્લાય બમણો કર્યો.

RussiaIndia Relations| ભારત માટે રાહતના સમાચાર રશિયા બન્યું સંકટમોચક, હોર્મુઝ સ્ટ્રેટમાં રશિયન જહાજો માટે ઈરાને ખોલ્યો સુરક્ષિત માર્ગ.

RussiaIndia Relations| ભારત માટે રાહતના સમાચાર રશિયા બન્યું સંકટમોચક, હોર્મુઝ સ્ટ્રેટમાં રશિયન જહાજો માટે ઈરાને ખોલ્યો સુરક્ષિત માર્ગ.

News Continuous Bureau | Mumbai

ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. આ યુદ્ધના કારણે ઉર્જા ક્ષેત્રે મોટું સંકટ ઊભું થયું છે. ખાસ કરીને વિશ્વના મહત્વપૂર્ણ એનર્જી કોરિડોર ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માં અવરોધ આવતા પેટ્રોલ, ડીઝલ અને ગેસના પુરવઠા પર માઠી અસર પડી છે. જોકે, ભારત આ સંકટને પહોંચી વળવા માટે સજ્જ છે. આર્જેન્ટિના બાદ હવે ભારતનો વર્ષો જૂનો મિત્ર દેશ રશિયા ભારતની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે આગળ આવ્યો છે.રશિયાની સમાચાર એજન્સી ના અહેવાલ મુજબ, નવી દિલ્હી અને મોસ્કો વચ્ચે LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) અને LPG (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) નો પુરવઠો વધારવા માટે વાતચીત નિર્ણાયક તબક્કે પહોંચી છે. ભારતમાં રસોઈ ગેસ (LPG) ની વધતી જતી માંગને જોતા રશિયા એક મહત્વપૂર્ણ સપ્લાયર તરીકે ઉભરી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ સહયોગથી હોર્મુઝની નાકાબંધી છતાં ભારતના ઘરોમાં ચૂલા સળગતા રહેશે.

Join Our WhatsApp Channel

આર્જેન્ટિનાએ ભારતની વ્હારે આવી રચ્યો ઇતિહાસ

પશ્ચિમ એશિયામાં તણાવ વધતા ભારતને તેના 60% LPG આયાત માટે નવા માર્ગો શોધવાની ફરજ પડી હતી. આ સમયે 20,000 કિલોમીટર દૂર સ્થિત દક્ષિણ અમેરિકન દેશ આર્જેન્ટિનાએ ભારતની મદદ કરી છે. વર્ષ 2026 ના પ્રથમ ત્રણ મહિનામાં જ આર્જેન્ટિનાએ ભારતને 50,000 ટન LPG નિકાસ કરી છે, જે વર્ષ 2025 માં મોકલવામાં આવેલા 22,000 ટન કરતા બમણાથી પણ વધુ છે.

આ સમાચાર પણ વાંચો : Donald Trump: વેનેઝુએલા અને ઈરાન પછી હવે આ દેશ નો વારો! ટ્રમ્પની આક્રમક જાહેરાતથી દુનિયા ચોંકી ગઈ.

ઉર્જા સુરક્ષા માટે વૈકલ્પિક સ્રોતોની શોધ

ભારતમાં આર્જેન્ટિનાના રાજદૂત મેરિયાનો ઓગસ્ટીન કોસિનોએ જણાવ્યું છે કે તેમનો દેશ ભારતની ઉર્જા સુરક્ષામાં મોટી ભૂમિકા ભજવવા તૈયાર છે. આર્જેન્ટિનાના બહિયા બ્લાન્કા પોર્ટથી ભારત માટે સતત જહાજો રવાના થઈ રહ્યા છે. 2024 પહેલા આર્જેન્ટિના ભારતને ગેસ સપ્લાય કરતું નહોતું, પરંતુ બદલાતી ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિઓએ બંને દેશોને નજીક લાવી દીધા છે.

ભારતની દૂરંદેશી ઉર્જા નીતિ

ભારત સરકાર અત્યારે માત્ર રશિયા કે આર્જેન્ટિના જ નહીં, પણ અન્ય તેલ અને ગેસ સમૃદ્ધ દેશો સાથે પણ લાંબા ગાળાના કરારો કરી રહી છે. આ રણનીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ઉર્જાના સ્રોતોમાં વિવિધતા લાવવાનો છે, જેથી ભવિષ્યમાં હોર્મુઝ જેવા સંવેદનશીલ માર્ગો પરની નિર્ભરતા ઓછી કરી શકાય. આ સમજૂતીઓમાં ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓની ભાગીદારી પણ વધારવામાં આવશે.

 

Ludhiana Railway Accident મુસાફરોની સુરક્ષા ભગવાન ભરોસે? લુધિયાણામાં મુસાફરી ટ્રેનના ડબ્બામાંથી ટોયલેટનો ભાગ જ ઉખડીને નીચે પડ્યો! જુઓ વિડીયો
Bullet Train Corridor દિલ્હીથી સિલિગુડી માત્ર ૬ કલાકમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે યુપી, બિહાર અને બંગાળને જોડતા નવા બુલેટ ટ્રેન કોરિડોરની કરી જાહેરાત
Uproar in London at CJI Surya Kant’s Event લંડનમાં ભારતનું અપમાન! CJI ના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન, અસંમતિના નામે ‘કોકરોચ’ ટિપ્પણી પર થયો ભારે હોબાળો
RBI SGB New Tranche Closed 2026 સોનાના રોકાણકારોને મોટો ઝટકો, સરકારે બમ્પર કમાણી કરાવતી આ ગોલ્ડ સ્કીમ હંમેશા માટે બંધ કરી;
Exit mobile version