વિદેશી મુદ્રા ભંડાર ઇતિહાસમાં સૌથી વધુ, ભારત પાસે 500 અબજ ડોલરનું ભંડોળ છે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

13 જુન 2020 

દેશનો વિદેશી મુદ્રા ભંડાર ઇતિહાસમાં પહેલી વખત 500 અબજ ડોલર થઇ ગયો છે. આરબીઆઇના જણાવ્યા મુજબ 5 જૂને પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 8.22 અબજ ડોલર વધીને કુલ 501.70 અબજ ડોલર થયો છે. આમ તો ભારત પહેલેથી જ મુદ્રા ભંડાર ના મુદ્દે રશિયા અને દક્ષિણ કોરિયાથી આગળ નીકળી ગયું છે.  હવે ચીન અને જાપાન બાદ ભારત ત્રીજા સ્થાને આવે છે.. નોંધપાત્ર વાત એ છે કે ત્રીસ વર્ષ પહેલાં ભારતનો વિદેશી મુદ્રા ભંડોળ શૂન્ય હતું. 

ફોરેન કરન્સી એસેસ્ટ્સ, FCA, વિદેશી મુદ્રા ભંડારનો મોટો ઘટક છે આને ડોલરના ટર્મમાં સમજીએ તો વિદેશી ચલણ ભંડોળમાં અમેરિકન ડોલર સિવાયની મુદ્રા, જેમ કે યુરો,  પાઉન્ડ અને યેન ની કિંમતોમાં ઉતાર-ચઢાવ ને એફ સી એ માં સામેલ કરવામાં આવે છે.  

વાત કરીએ સોનાની તો  5 જૂને પૂરા થતા સપ્તાહએ સોનાનો ભંડાર 32.352 અબજ ડોલર હતો.. આમ ભારત પાસે હાલ જે ભંડોળ છે તેમાંથી ભારત આગામી 17 મહિના સુધીની પોતાની આયાત ની જરૂરિયાત પૂરી કરી શકે એમ છે….

Exit mobile version