Site icon News Continuous Bureau | Mumbai

યુદ્ધની અસર ભારતના ફોરેક્સ રિઝર્વ પર, દેશના વિદેશી મુદ્રા ભંડારમાં આટલા અબજ ડોલરનો ઘટાડો, જાણો રિઝર્વ બેંકની તિજોરીમાં કેટલું છે ધન

 News Continuous Bureau | Mumbai

રશિયાએ શરૂ થયેલ યુક્રેન પરના અતિક્રમણની આર્થિક અસરો ભારતીય ઈકોનોમી પર પડવાની શરૂ થઈ ગઈ છે. આ જ બાબતની સાબિતી આપતા આંકડા આરબીઆઈએ જાહેર કરેલ એક ડેટામાં જોવા મળી રહ્યાં છે.

Join Our WhatsApp Channel

ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 11 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 9.6 અબજ ડોલર ઘટીને 622.3 અબજ ડોલર થઈ ગયું છે. કોરોનાની શરૂઆત એટલે કે છેલ્લા બે વર્ષનો આ સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર આ ઘટાડો વિદેશી ચલણની અસ્કયામતોના ઘટાડાને કારણે થયો છે, જે કુલ અનામતનો નોંધપાત્ર ભાગ છે.

આ સમાચાર પણ વાંચો :  

ભારતમાં ઇતિહાસનું સૌથી મોટું ટેક્સ કલેક્શન, ઈન્કમ ટેક્સથી સરકારને ચાલુ વર્ષમાં અધધ આટલા લાખ કરોડની આવક થઇ.. જાણો વિગતે 

રૂપિયાના ઘસારાને અટકાવવા કરવામાં આવેલ હસ્તક્ષેપ અને વિદેશી રોકાણકારોની અવિરત વેચવાલીને પગલે દેશના હૂંડિયામણ અનામતમાં ઘટાડો નોંધાયો છે. અગાઉ 4 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 39.4 કરોડ ડોલર વધીને 631.92 અબજ ડોલર પર પહોંચી ગયો હતો. અગાઉ 3 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 642.453 અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચી ગયો હતો.

CJI Role In CEC Appointment CEC ની નિમણૂકમાં CJI સામેલ રહેશે કે નહીં? સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ કરશે સુનાવણી બે જજોના અલગ ફેંસલા બાદ મોટો વળાંક!
MY Bharat Platform 3 Crore Youth Milestone કેન્દ્ર સરકારના ‘MY Bharat’ પ્લેટફોર્મે રચ્યો નવો ઇતિહાસ ૩ વર્ષથી ઓછા સમયમાં ૩ કરોડથી વધુ યુવાનો જોડાયા, નોંધપાત્ર માઇલસ્ટોન પાર!
Kanda Express Reaches Kolkata કેન્દ્ર સરકારનો માસ્ટરસ્ટ્રોક; બફર સ્ટોકમાંથી સ્પેશિયલ ટ્રેન દોડાવી, પૂર્વ ભારતમાં ડુંગળીના ભાવ રહેશે નિયંત્રણમાં
How Election Commission Works મતદાર યાદી તૈયાર કરવાથી લઈને મતદાન સુધી… ચૂંટણી પંચ કેવી રીતે કામ કરે છે? જાણો તેની સર્વોચ્ચ સત્તાઓ અને કાર્યો!
Exit mobile version