ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 ઓગસ્ટ, 2021
મંગળવાર
દેશમાં કોરોનાની બીજી લહેર ઓસરતા ફરી અર્થતંત્ર પાટે ચઢી રહ્યું છે.
જુલાઈમાં ભારતનો બેરોજગારી દર ચાર મહિનામાં સૌથી નીચલા સ્તર પર આવી ગયો છે.
ખાનગી સંસ્થા સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી પ્રાઇવેટ લિમિટેડના તાજેતરના આંકડા મુજબ બેરોજગારીનો દર ગયા મહિને 9.17% થી ઘટીને 6.95% થયો છે.
ગ્રામીણ બેરોજગારીનો દર ઘટીને 6.3% થયો છે અને શહેરી બેરોજગારી 8%થી ઉપર રહી છે.
દેશમાં જીએસટી અને સેલ્સ ટેક્સ કલેકશન, માંગમાં વૃદ્ધિ પણ દર્શાવી રહી છે સ્થિતિ સુધરી રહી છે અને નાની-મોટી કંપનીઓ આગળ આવીને રોજગાર સર્જન કરી રહી છે.
આ સિવાય આઇએચએસ માર્કિટના સોમવારે જાહેર થયેલ ડેટામાં જોવા મળ્યું કે ભારતની ઉત્પાદન પ્રવૃત્તિઓ પણ ગત મહિને કોરોના વાયરસના નિયંત્રણો હળવા થતા ઝડપથી વધી રહી છે.