Site icon News Continuous Bureau | Mumbai

કરો જલ્‍સા-ભારતીયોનું આયુષ્‍ય 2 વર્ષ વધી ગયું- સૌથી વધુ આ રાજ્યના લોકો જીવે છે-જુઓ ડેટા

News Continuous Bureau | Mumbai

ભારતીયોનું સરેરાશ આયુષ્ય(life expectancy of Indians) 2015થી 2019ની સાલ દરમિયાન વધીને 69.7 વર્ષ થઈ ગયું છે. આ અગાઉ 2014-18ની સાલ દરમિયાન ભારતીયોનું સરેરાશ આયુષ્ય 69.4 વર્ષ હતું. આ ડેટા રજિસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સીયસ કમિશનર(Registrar General and Census Commissioner) દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.

Join Our WhatsApp Channel

સમગ્ર દેશમાં સૌથી ઓછું આયુષ્ય સરેરાશ 65.3 વર્ષ  છત્તીસગઢના લોકો ભોગવે છે. તો દેશમાં સૌથી વધુ આયુષ્ય દિલ્હીવાસીનું(Delhites) છે. અહીંના લોકો સરેરાશ  75.9 વર્ષ જીવે છે. 

દેશમાં દિલ્હીમાં પુરુષોનું(Men) સરેરાશ આયુષ્ય સૌથી વધુ 74.3 વર્ષ છે તો મહિલાઓનું(Women) સરેરાશ આયુષ્ય 77.5 વર્ષનું છે. ત્યારબાદ કેરળમાં(kerala) સરેરાશ પુરુષો કરતા મહિલાઓનું આયુષ્ય સૌથી વધુ 78 વર્ષ છે.

 આ સમાચાર પણ વાંચો : અરે વાહ-ભારતમાં વધી ગઈ લોકોની ઉંમર- હવે આટલા વર્ષ વધુ જીવી રહ્યા છે લોકો- જાણો શું કહે છે આંકડા

ગ્રામીણ વિસ્તારના(Rural area) રહેવાસીઓનું સરેરાશ આયુષ્ય 68.3 વર્ષ અને શહેરી વિસ્તારના લોકોનું સરેરાશ આયુષ્ય 73 વર્ષનું છે. સેન્સીયસ કમિશન(Census Commission) દ્રારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ 2015-19ના વર્ષ માટે દેશના નાગરિકોનું સરેરાશ આયુષ્ય ગ્રામીણ વિસ્તારમાં 03 વર્ષ અને શહેરી વિસ્તારમાં 0.4 વર્ષ વધી ગયું છે.

રાષ્ટ્રીય સ્તરે પુરુષોનું સરેરાશ આયુષ્ય 68.4 વર્ષ અને મહિલાઓનું સરેરાશ આયુષ્ય 71.1 વર્ષ છે.


 

Jantar Mantar CJP Protest ગૃહ મંત્રાલયની મનાઈ છતાં જંતરમંતર પર વિરોધ પ્રદર્શન; બેરિકેડ્સ તોડી લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ, પોલીસે ફરી કરી અટકાયત
Rahul Gandhi Defamation Case પીએમ મોદી સામેની ટિપ્પણીથી જોડાયેલા બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે ટ્રાયલ પર લગાવી રોક
Indian Army Bharat Rice આર્મી કેમ્પ અને ફોરવર્ડ પોસ્ટ્સ પર પહોંચશે શ્રેષ્ઠ અનાજ! જવાનો માટે ‘ભારત ચોખા’; ન્યુટ્રિશન અને સ્વાદ બંને મળશે
Rahul Gandhi SC Petition Defects મોટા વકીલોની ફોજ છતાં આ કેવો છબરડો? રાહુલ ગાંધીની અરજીમાં ૧૪ ખામીઓ; વિપક્ષ સવાલોના ઘેરામાં
Exit mobile version