Site icon

કોરોના વિરુદ્ધની જંગમાં અન્ય દેશો કરતા ભારતની સ્થિતિ સારી: વડાપ્રધાન મોદી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

16 જુન 2020 

દેશમાં વધી રહેલા કોરોના સંકટ વચ્ચે આજથી બે દિવસ કેન્દ્ર અને રાજ્યોની મહત્વની બેઠક શરૂ થઇ ગઇ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પંજાબ, ચંદીગઢ સહિત પહાડી અને પૂર્વોત્તરના રાજ્યો સાથે બેઠક યોજી છે. આજે તે રાજ્યો સાથે બેઠક થઇ રહી છે, જ્યાં કોરોના કેસ ઓછા છે અને આવતીકાલે તે રાજ્યો સાથે બેઠક થશે, જ્યાં કોરોના સંક્રમણ સૌથી વધુ છે. આ બેઠક પહેલા પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, કોરોના વિરુદ્ધની જંગમાં અન્ય દેશો કરતા ભારતની સ્થિતિ સારી છે. ભારતમાં કોરોનાનો પ્રભાવ ઓછો છે. ભારતમાં લેવાયેલા પગલાના સમગ્ર વિશ્વમાં વખાણ થઇ રહ્યા છે, અન્ય રાષ્ટ્રોની સરખામણીએ ભારતમાં કોરોનાથી ઓછા મૃત્યું થયાં છે. દરેક ભારતીઓએ માસ્ક પર ખૂબ ભાર આપવો જોઈએ. માસ્ક પહેર્યા વગર ઘરેથી બહાર નીકળવું યોગ્ય નથી. આ બાબત જેટલી પોતાના માટે હાનિકારક છે તેટલી જ આસપાસના લોકો માટે પણ છે. આ કારણે બે ગજનું અંતર જાળવવું, હાથ ધોવાની વાત હોય કે સેનેટાઈઝશનની વાત આ બધામાં ગંભીરતા દાખવવી જોઈએ. ખાસ કરીને બાળકો અને વૃદ્ધ લોકોની સુરક્ષા માટે આ તકેદારીઓ રાખવી ખૂબ જરૂરી છે.  વધુમાં તેમણે કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થામાં સુધાર થઇ રહ્યો છે. આત્મનિર્ભર અભિયાન હેઠળ ઘણી જોગવાઇ કરાઇ છે. બેંકર્સ કમિટીના માધ્યમથી ક્રેડિટ મળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એમએસએમઇ ઉદ્યોગ માટે ઘણી યોજનાઓ અમલમાં આવી છે. નોંધનીય છે કે સરકારે દેશમાં એક જૂનથી અનલોક-1ની શરૂઆત કરી હતી. શરતોની સાથે ગત સપ્તાહથી હોટલ-રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ્સ અને ધાર્મિક સ્થળો પણ ખોલવામાં આવ્યા છે. પબ્લિક ટ્રાન્સપોર્ટની પણ શરૂઆત થઈ ગઈ છે. જોકે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3.43 લાખથી વધુ થઈ ગઈ છે. સોમવારે 10 હજારથી વધુ નવા કેસ આવ્યા છે. બીજ તરફ એક જ દિવસમાં 10 હજારથી વધુ દર્દીઓ સાજા પણ થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 9 હજાર 915 લોકોના મોત થયા છે.

 ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

        https://bit.ly/2Y275Fy

 News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                                                                                                                              

       www.newscontinuous.com              

  YouTube : https://www.youtube.com/NewsContinuous      

  Twitter : https://twitter.com/NewsContinuou 

  Facebook : https://www.facebook.com/newscontinuous                                                                                                                    

Instagram : https://www.instagram.com/newscontinuous/      

Email : TheNewsContinuous@gmail.com 

RAW Officer: RAW અધિકારી બનીને કરતો હતો છેતરપિંડી: 20 બેંકોમાં ખાતા, 5 પાન કાર્ડ સાથે બિહારના સુનીતની નોઇડામાં ધરપકડ
Madvi Hidma: આંધ્ર પ્રદેશ પોલીસની મોટી સફળતા: માડવી હિડમાનું નેટવર્ક તબાહ, 7 માઓવાદી ઠાર, આટલા ની ધરપકડ
Bihar Government: બિહારના નવા મંત્રીમંડળની સંભવિત યાદી તૈયાર: જુઓ નીતિશ કેબિનેટમાં કોણ-કોણ બની શકે છે મંત્રી?
Al-Falah University: અલ-ફલાહ યુનિવર્સિટી કેસ: ચેરમેન જાવદ અહેમદ સિદ્દીકી EDના ૧૩ દિવસના રિમાન્ડ પર; મોડી રાત્રે કોર્ટે આપ્યો આદેશ
Exit mobile version