Site icon

ગાડી ખરીદનાર ધારકો માટે સારા સમાચાર : જૂની કારને કરો સ્ક્રેપ અને મેળવો 5 ટકાનું ડિસ્કાઉન્ટ

Govt vehicles older than 15 years to go off the road from 1 April

પરિવહન મંત્રી નીતિન ગડકરીની મોટું નિવેદન, 1 એપ્રિલ બાદ ભંગાર બની જશે 15 વર્ષ જુના 9 લાખ સરકારી વાહનો.. લાગુ થશે નવી પોલિસી..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

08 માર્ચ 2021

જો તમારૂ વાહન જૂનુ થઈ ગયુ છે અને તમે નવી વાહન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ જાહેરાત કરી છે કે સ્ક્રેપિંગ પોલિસીના આધારે હવે તમે જૂના વાહનને સ્ક્રેપ કરાવ્યા બાદ જો તમે નવું વાહન ખરીદો છો તો તમને નવા વાહન પર 5 ટકાની છૂટ મળશે.  

ગડકરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “જુના વાહનોને છીનવાને બદલે ઓટોમોબાઈલ કંપનીઓ ગ્રાહકોને નવા વાહનોની ખરીદી પર લગભગ પાંચ ટકાની છૂટ આપશે. 2021-22ના કેન્દ્રીય બજેટમાં વાહનોના સ્વૈચ્છિક સ્ક્રેપ પોલિસીની ઘોષણા કરવામાં આવી છે. સ્ક્રેપિંગ પોલિસી વિવિધ પરિમાણોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. પ્રદૂષણ ફેલાવતા વાહનો પર ગ્રીન ટેક્સ તેમજ જૂની કારને ભંગાર કરી નવી કાર લેનારા લોકો માટે ડિસ્કાઉન્ટની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત વાહનો  પોલીસીના આધારે જૂના વાહનોનો ફિટનેસ ટેસ્ટ કરાવવાનો રહેશે. તેના અનુસાર પર્સનલ વ્હીકલ્સને 20 વર્ષ બાદ અને કર્મશિયલ વ્હીકલ્સને 15 વર્ષ બાદ ફિટનેસ ટેસ્ટ કરાવવાનો રહેશે. આ માટે દેશમાં ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરની જરૂર રહેશે અને અમે આ દિશામાં કામ કરી રહ્યા છીએ.

 

રિપોર્ટ અનુસાર ફિટનેસ ટેસ્ટ માટે લગભગ 40 હજાર રૂપિયા સુધીનો ખર્ચ આવી શકે છે જે રોડ ટેક્સ અને ગ્રીન ટેક્સ સિવાયનો રહેશે. આ ફિટનેસ સર્ટિફિકેટ ફક્ત 5 વર્ષને માટે માન્ય રહેશે. તમારા જૂના વાહન ફિટનેસ ટેસ્ટમાં પાસ થયા બાદ જ તેને સડક પર ચાલવાની પરવાનગી મળશે. જો વાહન  ફિટનેસ ટેસ્ટમાં ફેલ થાય છે તો તેને રજિસ્ટર કરાશે નહીં અને તેને સ્ક્રેપમાં પણ મોકલવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.

Solan Fire Incident: હિમાચલના સોલનમાં ભીષણ આગનો તાંડવ; 7 વર્ષના બાળકનું કરૂણ મોત, 9 લોકો હજુ પણ ફસાયા.
ISRO PSLV-C62 Mission Failure: ઈસરોને નવા વર્ષનો મોટો ઝટકો: PSLV-C62 મિશન ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ.
Vande Bharat Sleeper Fare: એરપોર્ટ જેવી સુવિધા અને કડક નિયમો: વંદે ભારત સ્લીપરમાં નો-વેઈટિંગ પોલિસી, જાણો કેટલું ખર્ચવું પડશે ભાડું
Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Exit mobile version