Site icon News Continuous Bureau | Mumbai

Indigo down: ઈન્ડિગો એરલાઈનનું નેટવર્ક થયું ઠપ્પ, ચેક ઈનમાં સમસ્યા સર્જાતા એરપોર્ટ પર લાગી મોટી લાઈનો..એરપોર્ટ પર રેલવે સ્ટેશન જેવા દ્રશ્યો દેખાયા; જુઓ વિડીયો

Indigo down: દેશની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન ઈન્ડિગોની વેબસાઈટ અને બુકિંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામીઓને કારણે મુસાફરોને ચેક-ઈન અને બેગેજ ડ્રોપ પર લાંબી રાહ જોવી પડી હતી. કંપનીએ આ અસુવિધા માટે માફી માંગી છે અને કહ્યું છે કે તેની ટીમ સમસ્યાના ઉકેલ માટે સંપૂર્ણ રીતે કામ કરી રહી છે.

Indigo down IndiGo network outage causes major flight delays nationwide; here's what the airline said

Indigo down IndiGo network outage causes major flight delays nationwide; here's what the airline said

News Continuous Bureau | Mumbai 

Indigo down: ભારતની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન ઈન્ડિગો એરલાઈન્સ ( Indigo Airline ) ની સિસ્ટમ આજે અચાનક ઠપ્પ થઈ ગઈ છે. જેના કારણે મુસાફરો દેશભરના અલગ-અલગ એરપોર્ટ પર અટવાઈ ગયા છે. મુસાફરોએ ડીજીસીએને મદદ માટે અપીલ કરી છે. આ સંકટ સવારે 12.30 વાગ્યે શરૂ થયું હતું. જેના કારણે ફ્લાઈટ્સ માત્ર ઉડી શકી જ નહોતી પરંતુ ગ્રાઉન્ડ સર્વિસ પણ બંધ થઈ ગઈ છે. જેના કારણે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. ઈન્ડિગો એરલાઈન્સે આ સમસ્યા માટે મુસાફરો ( Passenger long que ) ની માફી માંગી છે.

Join Our WhatsApp Channel

 

Indigo down: ઈન્ડિગોની વેબસાઈટ અને બુકિંગ સિસ્ટમ કામ કરી રહી નથી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઘણા મુસાફરોએ તેમની સમસ્યાઓ વિશે લખ્યું છે. આ ટેકનિકલ સમસ્યાને કારણે મુસાફરો ન તો ફ્લાઈટમાં બેસી શકે છે કે ન તો ટિકિટ બુક કરી શકે છે. મુસાફરીમાં વિલંબના કારણે મુસાફરો એરપોર્ટ પર ફસાયા છે અને નિરાશ થયા છે. ઈન્ડિગોએ લખ્યું છે કે અમારા નેટવર્કમાં એક નાની સમસ્યા આવી છે. આ કારણે ઈન્ડિગોની વેબસાઈટ અને બુકિંગ સિસ્ટમ કામ કરી રહી નથી. જેના કારણે ગ્રાહકે ચેક ઇન કરવા માટે બેગેજ ડ્રોપ પર પડી રહી છે. અમારી ટીમ તેને ઠીક કરવામાં વ્યસ્ત છે. અસુવિધા બદલ અમે દિલગીર છીએ. અમે શક્ય તેટલી વહેલી તકે પરિસ્થિતિને સુધારીશું.

 

Indigo down: એરપોર્ટ પર રેલવે સ્ટેશન જેવા દ્રશ્યો દેખાયા 

મહત્વનું છે કે શની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો દરરોજ લગભગ 2000 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે. તેમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. જેના કારણે આ સંકટ વધુ મોટું બન્યું છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું કે ઈન્ડિગો નવા પ્લેન ખરીદી રહી છે પરંતુ ગ્રાઉન્ડ સર્વિસ વધારવા માટે કંઈ કરવા માંગતી નથી. અમે કલાકોથી અટવાયેલા છીએ અને કંઈ થઈ રહ્યું નથી. વૃદ્ધો પણ ચિંતિત છે. DGCAએ આ અંગે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. એક યુઝરે એરપોર્ટને રેલવે સ્ટેશન જેવું ગણાવ્યું છે.

 

આ સમાચાર પણ વાંચો : Bhiwandi Fire: ભિવંડીમાં લોજિસ્ટિક્સ ગોડાઉનમાં ભીષણ આગ લાગી, માલસામાન બળીને થયો ખાક… જુઓ વિડીયો

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Lawrence Bishnoi Gang Vs Dawood Chhota Rajan દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજનથી કેટલું અલગ છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ? ૯૦ના દાયકાના અંડરવર્લ્ડ અને આજના ક્રાઈમ સિન્ડિકેટ વચ્ચેનો તફાવત
Stock Market Crash દલાલ સ્ટ્રીટમાં ‘બ્લેક મન્ડે’ , સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹૨.૩૪ લાખ કરોડ સ્વાહા
Europe Youth Protests 6 Countries શું યુરોપ ફરી મોટા બળવાની દિશામાં? ફ્રાન્સ અને સ્પેન સહિત ૬ દેશોમાં લાખો યુવાનો રસ્તા પર જાણો કેમ સળગી ઉઠ્યા શહેરો!
Indian Navy Global Presence સમુદ્રમાં શક્તિ પ્રદર્શન! ૩ ખંડોના મહાસાગરોમાં એકસાથે ગર્જ્યા યુદ્ધજહાજો સુપરપાવર્સ પણ ભારતની તાકાત જોઈ દંગ
Exit mobile version