News Continuous Bureau | Mumbai
INS Sumitra: ભારતીય નૌકાદળે ચાંચિયાઓને ( Somali pirates ) પાઠ ભણાવતા વધુ એક સફળતા હાંસિલ કરી છે. ભારતીય સંરક્ષણ અધિકારીએ આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે એક વિશેષ ઓપરેશનમાં ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમિત્રાએ માછીમારીના જહાજ ( Fishing Boats ) અલ નામીને બચાવી લીધું છે જેને સશસ્ત્ર ચાંચિયાઓએ ( Armed pirates ) કોચીના દરિયાકાંઠે લગભગ 800 માઇલ દૂર હાઇજેક કર્યું હતું. ભારતીય નૌકાદળના મરીન કમાન્ડોએ ( Marine Commandos ) બોટના ક્રૂને સુરક્ષિત રીતે બચાવવાની કામગીરીમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં ચાંચિયાઓ વિરુદ્ધ ભારતીય નૌકાદળનું આ બીજું સફળ ઓપરેશન છે. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો હિંદ મહાસાગર ક્ષેત્રની આસપાસ તૈનાત છે. જેથી પ્રદેશમાં સુરક્ષા પૂરી પાડવામાં આવે.
INS Sumitra carries out 2nd successful Anti Piracy Ops – Rescuing 19 crew members and vessel from armed Somali pirates.
Indian Naval Ship Sumitra, having thwarted the piracy attempt on FV Iman, has carried out yet another successful anti-piracy operation off the East Coast of… pic.twitter.com/sHVJQIeSDG
— Press Trust of India (@PTI_News) January 30, 2024
ભારતીય નૌકાદળએ ( Indian Navy ) માહિતી સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, INS સુમિત્રાએ બીજી સફળ એન્ટી-પાયરસી ઓપરેશન હાથ ધર્યું છે અને 19 ક્રૂ સભ્યો અને જહાજને સશસ્ત્ર સોમાલી ચાંચિયાઓથી બચાવી લેવામાં આવ્યા છે. સોમાલિયાના પૂર્વ કિનારે અન્ય એક સફળ એન્ટી-પાયરસી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં માછીમારી જહાજ અલ નૈમી અને તેના ક્રૂ (19 પાકિસ્તાની માછીમારો) ને 11 સોમાલી ચાંચિયાઓથી બચાવી લેવામાં આવ્યા હતા.
In a major mission, the Indian naval warship INS Sumitra rescued a hijacked fishing vessel Al Naemi with armed pirates around 800 miles off the coast of Kochi. The Marine Commandos of the Indian Navy took part in the operation to rescue the crew of the boat safely. This was the… pic.twitter.com/cIAl3sfTtZ
— ANI (@ANI) January 30, 2024
આ અગાઉ INS સુમિત્રાએ ઈરાની ધ્વજવાળા જહાજ અને તેના ક્રૂના 17 સભ્યોને સુરક્ષિત રીતે મુક્ત કરવાનું કામ કર્યું હતું…
આ પહેલા સોમવારે એવું જાણવા મળ્યું હતું કે, સોમાલિયાના પૂર્વ કિનારે અને એડનની ખાડી વચ્ચે ચાંચિયાગીરી વિરોધી કામગીરી પર તૈનાત INS સુમિત્રાએ ઈરાની-ધ્વજવાળા માછીમારી જહાજ (FV) ઈમાન તરફથી મળેલા સંકટ સંદેશનો જવાબ આપ્યો હતો. તેણે હાઇજેક કરેલા જહાજને અટકાવ્યું અને તમામ 17 ક્રૂ સભ્યોને સુરક્ષિત મુક્ત કરવા માટે ચાંચિયાઓને ફરજ પાડવા માટે સ્થાપિત SOPs અનુસાર પગલાં લીધાં. બાદમાં આખા જહાજની તલાશી લેવામાં આવી હતી, જેથી વહાણમાં કોઈ ચાંચિયા છુપાયા ન હોય. આ પછી જહાજને આગળ મોકલવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળનો આ મિશન બાદ હિંદ મહાસાગર વિસ્તારને ચાંચિયાગીરીથી મુક્ત બનાવવાના ભારતના સંકલ્પને દર્શાવ્યું છે. હિંદ મહાસાગરમાં ભારતીય નૌકાદળનું કદ અને પ્રાસંગિકતા વધી રહી છે
આ સમાચાર પણ વાંચો : Maldives tourism: માલદીવ ટુરિઝમ રેન્કિંગમાં આવ્યો મોટો બદલાવ! ટુરિઝમ રેન્કિંગમાં ભારત આવ્યું આટલા ક્રમે…. ચીના પહોંચ્યું ત્રીજા સ્થાને..
આ મામલે ભારતીય નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજોની હિંદ મહાસાગર ક્ષેત્રમાં એન્ટી-પાયરસી અને દરિયાઈ સુરક્ષા કામગીરીમાં તૈનાત એ દરિયામાં તમામ જહાજો અને ખલાસીઓની સુરક્ષા પ્રત્યે ભારતીય નૌકાદળના સંકલ્પને દર્શાવે છે. આ મિશનએ ભારતીય નૌકાદળના જહાજોને હિંદ મહાસાગર ક્ષેત્રમાં એન્ટી-પાયરસી અને દરિયાઈ સુરક્ષા કામગીરીએ દરિયામાં તમામ જહાજો અને ખલાસીઓની સલામતી અને સુરક્ષા પ્રત્યે ભારતીય નૌકાદળના બહાદુરીને ચિન્હીત કરે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)