News Continuous Bureau | Mumbai

International Yoga Day 2024: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC) ખાતે યોગ દિવસની ઉજવણીને સંબોધિત કરી હતી.
તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મને યોગ અને ધ્યાનની ભૂમિ કાશ્મીરમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે. શ્રીનગરમાં યોગથી જે શક્તિ મળે છે તે અમે અનુભવી રહ્યા છીએ. જણાવી દઈએ કે વરસાદને કારણે કાર્યક્રમનું આયોજન SKICC હોલ, શ્રીનગરમાં કરવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Arvind Kejriwal Bail: દિલ્હી મુખ્યમંત્રીને મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ નહીં આવે જેલની બહાર, દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
International Yoga Day 2024 પીએમ મોદી કાર્યક્રમમાં ભાગ લેનારી મુસ્લિમ મહિલાઓને પણ મળ્યા
યોગાભ્યાસ કર્યા બાદ પીએમ મોદી કાર્યક્રમમાં ભાગ લેનારી મુસ્લિમ મહિલાઓને પણ મળ્યા હતા. પીએમ મોદીએ આ મહિલાઓ સાથે સેલ્ફી પણ લીધી હતી. તેમની વચ્ચે વડાપ્રધાનને જોઈને કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા લોકો પણ ઉત્સાહિત થઈ ગયા. લોકોએ તાળીઓ પાડીને વડાપ્રધાનનું સ્વાગત કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ તેમની સાથે ગપસપ પણ કરી હતી.